પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૫


સર૦– સાયંકાળ પણ સૂચક ને દીપક છે.

કુમુદ૦– હું ઉઠવા જાઉંછું ને જતી જતી બેસું છું. આપનો હાથ લાંબો થયો છે ને મ્હારો પાલવ તેમાં પકડાયો છે.

સર૦– અલકબ્હેન પાસે એ હાથને જે શક્તિયે પવિત્ર રાખ્યો તે આજ પણ રાખી શકશે.

કુમુદ૦- આપે આપની મેળે જ પાલવને છોડ્યો છે. મારા કરતાં આપની સમર્થતા વિશેષ છે.

સર૦- પવિત્ર ર્‌હેવામાં પણ આપણું અદ્વૈત જ સહાયક છે.

કુમુદ૦– એ પણ સત્ય છે. પણ શું આપણે એવાં અનાથ અને ક્ષુદ્ર પામર પ્રાણી છીયે કે ઘડી ઘડી આમ આટલા પ્રયાસ કરીયે છીએ ત્યારે જ આમ વ્યવસ્થિત રહી શકીયે છીયે?

સર૦– સર્વ સુવ્યવસ્થાનો લાભ અહંકારના ત્યાગથી, દીર્ધ સૂક્ષ્મ તપથી અત્યંત સાવધતાથી, અને સસિદ્ધસાધક બુદ્ધિપ્રયોગથી જ થાય છે. માન અને મદનો ત્યાગ કરી બુદ્ધિથી મુદિતાશયને માર્ગે પ્રવર્તવું એવી મને દીક્ષા છે.

કુમુદ૦– તેની સિદ્ધિ અસ્તુ ! હું આજ્ઞા માગું છું.

સર૦– જવાની ત્વરા જ છે ?

કુમુદ૦– પોતાનો પણ વિશ્વાસ નહીં ત્યાં ધર્મની ગતિ ત્વરિત કર્યાથી જ લાભ છે.

સર૦- મ્હેં તમને દુઃખમાં નાંખ્યાં તેને સટે તમે મ્હારું કલ્યાણ સાધો છો.

કુમુદ૦- ને સાથે મ્હારું પણ સાધું છું.

સર૦- ઈશ્વર તેમાં સિદ્ધિ આપો.




પ્રકરણ ૩૪.
અર્જુન[૧]ના વાયુરથ અને દાવાનળ.
For, while the tired waves, slowly breaking,
Seem scarce one painful inch to gain,
Far back, through creek and inlet making,
Comes silent, flooding in, the main.
Quotation.

  1. ૧ પ્રકરણ ૧૧ થી આ પ્રકરણનો બોધ થશે.