પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૬


एवमुक्तः स भगवान दाशार्हेणार्जुनेन च ।
तैजसं रूपमास्थाय दावं दग्धुं परचक्रमे ॥
सर्वतः परिवार्याथ सप्तार्चिर्ज्वलनस्तदा ।
ददाह खाण्डवं दावं युगान्तमिव दर्शयन ॥
तौ रथाभ्यां रथिश्रेष्ठै दावस्यॊभयतः सिथतौ ।
दिक्षु सर्वासुभूतानां चक्राते कदनं महत् ॥
મહાભારત-આદિપર્વ.

(ઉપરના શ્લોકમાં કૃષ્ણ અને અર્જુને ખાંડવવનમાં દાવાનળ લગાડી તેમાંનાં ચારે દિશાનાં ભૂતોનોને સંહાર કરી અગ્નિને તૃપ્ત કર્યાનું વર્ણન છે.)


नानाश्रान्ताय श्रीरस्तीति रोहित शुश्रुम ।
पापो नृषद्दरो जन इन्द्र इच्चरतः सखा ।।
पुष्पिण्यौ चरतो जङ्घे भूष्णुरात्मा फलग्रहिः ।
शेरेस्य सर्वे पाप्मानः श्रमेण प्रापथे हताः ।।
आस्ते भग आसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठतः।
शेते निपद्यमानस्य चराति चरतो भगः ।।
कलिः शयानो भ्वति संजिहानस्त द्वापरः ।
उत्तिष्ठंस्रोता भवति कृतं संपद्यते चरन् ।।

અર્થ:–“હે રોહિત ! એવી શ્રુતિ છે કે જુદી જુદી અનેક રીતોથી શ્રાન્ત થાય તેને માટે શ્રી છે – ફરે તે ચરે ! બેસી ર્‌હેનાર ને ન ફરનાર લોક પાપી છે! ઈન્દ્ર તો ફરનાર ચરનારનો જ સખા છે ! જ્યારે બે પુષ્પિણી જંધાઓ ચરે છે ત્યારે આત્મા ફલગ્રહી થાય છે; પ્રવાસમાં શ્રમ વડે કરીને એનાં સર્વ પાપ સુઈ જાય છે. બેસનારનું ભાગ્ય બેસી જાય છે; ઉઠનારનું ઉઠે છે; સુનારનું સુઈ જાય છે અને ચાલનારનું ભાગ્ય ચાલવા- વધવા – માંડે છે. સુઈ ર્‌હેનાર કલિયુગ થાય છે; બેસનાર દ્વાપર થાય છે; ઉઠનાર ત્રેતા થાય છે. અને ફરનાર – ચાલનાર – ઉદ્યોગી લોક કૃતયુગને - સત્યયુગને પામે છે – કૃતયુગરૂપ થાય છે.”

(ઐતરેય બ્રાહ્મણ: ઈન્દ્રે કરેલો ઉપદેશ)


સાધુજનોના પ્રસાદમાં ભળી જઈ સરસ્વતીચન્દ્ર સાધુઓ સાથે ચિરંજીવશૃંગના પ્રદેશે જોવા એક દિશામાં ફરવા ગયો, અને કુમુદસુન્દરીને લેઈ સાધ્વીઓ પણ બીજી દિશામાં - ફરવા ગઈ શૃગના કોટની બ્હાર એક ન્હાનું સરખું તળાવ હતું તેની ચારે પાસ આરા