પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨પ

એક કાળે તેવું જ હતું, મ્હારા દેશનો એવો શો દોષ છે કે આ દોરીયો ઝાલવા જેમ એ દેશ પ્રયત્ન કરે છે તેમ તેમ હાથમાં આવી ન આવી દોરીઓ સરી પડે છે, હેલારે ચ્હડે છે, ને અમારી પાસે તેનો તન્તુ પણ ર્‌હેતો નથી?"

ચકોરપક્ષી અર્જુનના રથની દોરી ઝાલી ઉડતું હતું તે ઉભું રહ્યું.

“પૂર્વના પવનના અનુભવી પોપટ ! પશ્ચિમની મ્હારી સ્વતન્ત્ર ઉદ્ગાર પ્રજાના ઉચ્ચગ્રાહ રાત્રે ચકોર જેવા થાય છે ને દિવસે ગરુડ જેવા થાય છે. મ્હારી પ્રજાના ભવિષ્યમાં પૃથ્વીની સર્વ પ્રજાએાનું ભવિષ્ય બંધાયલું છે – એમ હું ગણું છું તે સત્ય હો કે ન હો - પણ અમારી આવી શ્રદ્ધા જ ઉચ્ચગ્રાહિણી છે ને અર્જુનના રથનાં રત્નજડિત સૂત્રો ઝાલવાની વૃત્તિ અને શક્તિ આપનાર તે એ જ શ્રદ્ધા છે! પૃથ્વીની સર્વ પ્રજાઓ મળી જે સમષ્ટિ થાય છે તે શરીરના ઉત્તમાંગનું મસ્તિક – મગજ – તે અમે છીયે ! અમારા સંસ્કારી અભિલાષ અમે સર્વ મનુષ્યજાતિઓમાં વીજળીના તારથી મોકલીશું ને જેની શક્તિ હશે તે તેને ઝીલશે ને સચેતન થશે. અમે ત્હારા જડ દેશ ઉપર રાજ્ય કરવા ઈચ્છતા નથી, પણ ચન્દ્ર જેવા અભિલાષ ભણી ઉડીયે છીયે ને ત્હારા દેશને એ અભિલાષ જોઇતો હોય તો તેનાં સાધન સંપાડવાં એ ત્હારા હાથની વાત છે. પોપટ ! મિથ્યાધર્મની અને અવિચારની જાળમાંથી તું જાતે મુક્ત થા ને ત્હારા દેશને મુકત કર.”

પોપટ૦ - અરે ભુંડા ચકોર ! મ્હેં જાણ્યું કે આ મયૂર મને પોતાના જેવો જાતે કલાપ કરવાનું શીખવશે ને તું ત્હારા સમર્થ ગરુડ-રૂપ જેવું પ્રજાસત્તાક રૂપ ધારવાની કળા શીખવીશ. તમે બે જણે મ્હારી આશાને નષ્ટ કરી ને ઉલટા હારા દોષ દર્શાવો છો.

ચકોર૦–મૂર્ખ પોપટ ! ત્હારે ગરુડ જેવું થવું હોય તો ત્હારા દોષ પ્હેલા જાણી લે – આત્મપરીક્ષક થા. આત્મપરીક્ષક શક્તિ અને આત્મદોષદર્શક દૃષ્ટિ મ્હારાં પ્રિય સાક્ષર બાળકોને હું ધાવણમાં [૧]આપું છું તેમ તું


  1. ૧. In M. Zola's case it has always been his purpose to expose the evils from which society suffers, in the hope of directing attention to them and thereby hastening a remedy; and thus, in the course of his works, he couldnot do otherwise than drag the whole frightful mass of human villa'ny and degradation into the full light of day.
    D. A Vizetali's Preja to his translation of Zo'a's Peris.”