પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩

કથા છે તે પોતે બગડે છે ને સામાને બગાડે છે. તેમની પ્રજા ચારે પાસથી દુ:ખ અને જુલમના પોકાર કરે છે, એ રાજાઓ ગમે તો દ્રવ્ય ઉડાવે છે ને દેવું કરે છે ને ગમે તો લોભ અને કંજુસાઈથી પ્રજાને માટે સંગ્રહેલું દ્રવ્ય લોકોપયેાગને માટે પ્રવાહી થતું અટકાવે છે ને પાતાળના ભાંયરામાં નાંખે છે કે દુર્માર્ગે ઉડાવે છે ને પ્રજા તો ભીખારી ને ભીખારી! એ રાજ્યોની પ્રજાને નથી મળવાનું જ્ઞાન, નથી મળવાની સ્વતંત્રતા, અને નથી મળવાનાં ઉદ્યોગ, સુખ અને મનુષ્યત્વ. તેઓ જે સદ્ધસ્તુ શેાધશે તેમાં તેમના રાજાઓ ને અધિકારીઓ સપત્નીકૃત્ય કરશે, ને ઝાંખરાં પેઠે પગલે પગલે નડશે. સુધરતા યુગની પાછળ એ રાજાઓ ર્‌હેશે અને પ્રજાને રાખશે. દેશી રાજ્યોથી લોકને લાભ કાંઈ નથી અને હાનિ સર્વથા છે. They are doomed and shall cease, and the sooner the better. એ રાજ્યોનો ઉપયોગ આખા જગતમાં કોઈને કશો નથી. એ રાજ્યો નષ્ટ થશે ત્યારે રાજાઓ પણ મનુષ્યત્વ પામશે અને અમારા મહાન્ સમારંભોમાં અમારા સહચારી થશે. એ રાજાઓને અને તેમની પ્રજાઓનો જીર્ણોદ્ધાર કરવાનો આ જ એક માર્ગ છે અને બાકીના સર્વ પ્રયત્ન પવનના બાચકા છે*[૧]એ રાજ્યો જેમ વ્‍હેલાં રામશરણ જાય તેમ તેમનો આ તેમના દુઃખજીવનમાંથી વ્‍હેલો મોક્ષ ને નવો અવતાર છે.”

પ્રવીણ૦-“ પણ ઈંગ્રેજી સત્તાથી તમારા ધનસંચય સમુદ્રપાર જાય છે તેને સટે અમારે ત્યાં દ્રવ્ય ઘરમાં રહે છે અને તમારે ત્યાં આવી તમારું પોષણ કરેછે તેનું શું ?”

શંકર૦ – “ રાજ્યકળા અને રાજ્યનીતિના અનુભવ શીખવાની તમારે માટે એક જ શાળા રહેલી છે તે માત્ર દેશી રાજ્યોમાં છે અને ઈંગ્રેજ અધિકારીઓ સાથે કંઈક સમાન ભાવે સમાગમ પામવાનો લાભ અમારે ત્યાં જ છે. આ બધાંનું શું ?”

છેલો બેઠેલો એક તરુણ અધિકારી બોલી ઉઠ્યો: “તમારે ત્યાં તમે સર્વ Plebian ર્‌હેવાના, અને અમારે ત્યાં આવી Patrician ના સંસ્કાર પામવાના, અને હલકા સંસ્કાર છોડી ઉચ્ચ સંસ્કાર પામવાના. તેનું શું ?


  1. * “ The process of infusing vitality into the Native States and quickeningthe abolition of time - honoured abuses seems needlessly slow to impatientreformers. . . . It would be an unfortunate conclusion to theefforts made in the Nineteenth Century for the preservation of NativeStates if the impatience of the Twentieth Century, or the indifference ofthe Native Chiefs to their own higher responsibilities, should force uponthe statesman of the future a dissolution of the union.”-Lee Warner'sProtected Prince of India.”