પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૩


નદીઓ જેવા છીએ; ગંગાપુત્ર સાગર જેવા છે. એ સાગર ઉપર બંધાયલી મેઘમાળાથી અમારી નદીઓ પુષ્ટ થાય છે. સાધારણ ભૂતસંઘને માટે નદીયો છે; પણ સર્વ કુવાનાં, વાવોનાં, સરેવરોનાં, અને નદીઓનાં મૂળોમાં વ્‌હેનાર અનન્તસલિલનો ઝરો તે મનુષ્યની સંસ્કારી બુદ્ધિરૂપ ગુપ્તગંગા – પાતાળગંગા – ને રૂપે જ પ્રવાહ પામે છે ને પિતામહ એ ગંગામાંથી પ્રકટ થયા છે. જ્યારે અશ્વત્ત્થામાનું આયુષ્ય સમાપ્ત થશે ત્યારે અર્જુન આ દેશમાં ગાણ્ડીવ ધનુષ્યનો ટંકાર કરશે. પિતામહનાં શરીરમાં રોપાયેલા આ અર્જુનના બાણ એ ટંકારથી જાગૃત થશે – સજીવ થશે. પણ સજીવ થતામાં જ આ બાણ પિતામહના શરીરમાંથી પાછાં છુટશે ને રાફડાઓમાં થઈને જ પોતાનો ઊર્ધ્વ માર્ગ કરશે અને રાફડાઓને વીંધી નાંખી આરપાર નીકળી જતાં જતાં એ રાફડાએાને સ્થાને નવી રચના કરશે, એ બાણ તે કાળે અર્જુનના ભાથારૂપ સ્વયોનિને પાછાં પ્રાપ્ત કરશે ને પિતામહનું શરીર આ દેશમાં નવા યૌવનથી ઉભું થશે, ઉપરના પોતાના પુરમાં સંચાર કરશે, અને તમે ત્યાં જે જે પદાર્થ જોયા છે તે તે નવું શુદ્ધ સમર્થરૂપ ધરશે. જે કૌરવોની સેવાના ધર્મથી એમને અર્જુનના પ્રતિરથી થવું પડ્યું હતું તે કૌરવોની છેલી છાયા અશ્વત્ત્થામાના આયુષ્ય સાથે આ દેશમાંથી સમાપ્ત થઈ નિવૃત્ત થશે ને પિતામહ કેવળ પાંડવોની જ ચિન્તા કરશે. માનવીઓ ! પિતામહ પાસે ધર્મરાજ પણ બાળક છે ને ધર્મરાજાને ધર્મનો ઉપદેશ પિતામહ પાસેથી પ્રાપ્ત થયેલો છે. આજના તમારા દેશકાળમાં અશ્વત્ત્થામા, જાતે જ ધર્મરાજાના અને ધર્મના અસંખ્ય વેશ ધારી, ભમે છે ને લોકસંધને ભમાવે છે, એ અશ્વત્ત્થામાનું આયુષ્ય સમાપ્ત થશે ત્યારે જ શુદ્ધ સનાતન ધર્મ અને તેનો પિતામહ તમારા લોકસંઘને પોતાના પ્રકાશમય સંસ્કારોથી દ્વિજત્વ આપશે, ત્યારે જ વ્યાસનારાયણ જેવા યોગદર્શી સર્વભૂતાત્મક બ્રાહ્મણો આ દેશને પોતાના ચરણસ્પર્શનો અને ઉપદેશનો અધિકારી ગણશે, ત્યારે જ આ દેશમાં સત્યયુગ પાછો આવશે ! નિરાશ થયલાં માનવીઓ ! તમારી આશાઓનાં બીજ આ સિદ્ધ ક્ષેત્રમાં જ છે; તે બીજને સફળ કરવાની કળા આ ગંગામાં સ્નાન કરી પામો.

શેષનાગ બોલતો બંધ પડ્યો ને તેની સાથે આ બે જણની પાંખેાએ તેમને ઉંચક્યાં ને ગંગામાં સ્નાન કરાવી બ્હાર ક્‌હાડ્યાં, ને પાણીમાં ડુબકી મારતી વેળા મીંચાયેલી આંખો ઉઘડી ત્યાર પ્હેલાં તો એ પાંખોએ એમને વાયુના વેગથી બીજે સ્થાને લીધાં ને આ દેખાવ અદૃશ્ય થયો, આંખો