પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૨
શબ સમી, ગયા યુગ કંઈ વહી ! ”

કુન્તી-::"મુકી તને, મુકી સર્વે ભાઈને,

શરીરી, સંચર્યો ધર્મ જો ઉંચે;
કુરુતણે કુળે ધર્મ જે ત્યજે;
જીવી જીવી ઘણું તે અંહી ઝુરે !”

પાગ્‍ચાલી-::“સ્મરણમાં નથી આવતો મને

“કદીય તેમનો કંઈ અધર્મ જે !
ક્રૂર સભા વીશે તેજ સંયમે
સુરસમા જ જે શું અધર્મી તે ?[૧]

કુન્તી–::“દીકરી, ડાહી તું; ધર્મની ગતિ

ભુલી ગઈ કંઈ હઈશ તું રતિ;
કંઈ ભુલ્યા હશે બન્‍ધુ ચાર એ;
ટચલી આંગળી ખોઈ ધર્મીયે. ”

પાо-::“ નથી ખમાતું આ સ્તન્યપાન જે,

વળગી પાસ બે દુષ્ટ આ કરે"
સુત જ હોત જો પાંચ જીવતા,
ધરત મુંજશું આ સમે દયા.”

કુન્તી–::“ દીકરી, ડાહીં તું ! ધર્મની ગતિ,

પુછી શ્રીકૃષ્ણને જાણી લે બધી.
હરિ[૨] વસ્યો ગુડાકેશને[૩] ધ્‍વજે,
નથી જ દુષ્ટ એ, ધર્મ જોઈલે !”

પા૦--::“મુજ સુતો હણ્યા શત્રુ બ્રાહ્મણે,

વળગી પાન એ સ્તન્યનું કરે !

  1. ૧. દુર્યોધનની ક્રૂર સભામાં પાઞ્ચાલીનાં વસ્ત્ર હરણને કાળ ધર્મરાજાનીઅાંખ ઉપરથી તેમની આજ્ઞા સમજી જઈ, બાકીના ચાર ભાઈએાએ ક્રોધવશ રાખ્યો અને પેાતાની પરાક્રમશકિતરૂપ તેજનો સંયમ કર્યો - પોતાનુંસર્વ બળ, યુદ્ધનાં સાધન, અને રાજ્ય સંપત્તિ પોતાના હાથમાં છતાં માત્રધર્મરાજાની ઇચ્છાને વશ રહી, પોતાનું પરાક્રમ બતાવતાં અટક્યા - એવાધર્મીઓને અધર્મી કેમ ક્‌હેવા ?”
  2. ર. કપિ, વાનર,
  3. ૩. અર્જુન.