પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૪
જરુર જાણજો, ઓ પિતામહી !
જરુર જાણજો, મ્‍હારી માવડી !
કપટમાં રમે કૃષ્ણ ને કપિ,
સ્તનથી લે કપિ પ્રાણને ચુશી !”

પાઞ્ચાલીએ અાંખ ઉઘાડી, પણ માંહીનાં આંસુને લીધે જોઈ શકી નહી, ને અાંખ પાછી મીંચી. કુન્તી તે જોઈ રહી પાઞ્ચાલીને માથે હાથ ફેરવતી બોલવા લાગી.

દીકરી ડાહી તું ! દુ:ખમાં ડુલી;
કપટ - ઉત્તરા આ ! ન જા ભુલી;
ભગિનીની કુખે દૈત્ય જન્મીયો;
હરિ જ જાગતા ! ફેંકી એ દીધો[૧] !
કુરુકુળે ઉગ્યો શત્રુ ધર્મનો[૨],
ભરી જ લોહીથી પૃથ્વીને શમ્યો !
હત જણી હણ્યો જન્મતાં જ જો,
જીવત પૃથ્વી ને યુગ સત્યનો[૩]
કુરુકુળે ઉગ્યો વૃક્ષ ધર્મનો[૪],
જગતી જીવતી સોંપીને ગયો.
ભગિની-પુત્રને જે હરિ હણે,
હત સુગર્ભને તે જ પ્રાણ દે[૫]!
કુરુસ્થળે ઉગ્યો કૌંચનો જથો[૬] !
જીવી જીવી રચે ધ્વંસ વિશ્વનો !

  1. ૧. અભિમન્યુ પૂર્વ જન્મે અસુર હતો તે પાંડવકુળમાં જીવવો યોગ્ય નહી એમ ગણી એના મૃત્યુનો પ્રસંગ હરિયે આણ્યો ને તદનુસાર મામાએ ભાણેજ મરાવ્યો - સગપણ કરતાં ધર્મ વધારે ગણ્યો.
  2. ર. દુર્યોધન
  3. ૩. દુર્યોધનને જન્મકાળે વ્યાસ મુનિયે ધૄતરાષ્ટ્રને અને ગાંધારીને સૂચવ્યું હતું કે આ પુત્ર અધર્મ વર્તાવશે અને તમારા સર્વ પુત્રના અને લોકના સંહારનું મૂળ થશે માટે એનો અત્યારથી જ ઘાત કરો, પુત્ર-વાસનાવાળાં માતાપિતાથી અા રાજધર્મ ન પળાયેા અને વ્યાસની વાણી ફળી.
  4. ૪. ધર્મરાજા યુધિષ્ઠિર.
  5. પ. જે કૄષ્ણે પાંડવોના મંદિરમાંથી અધર્મરૂપ અભિમન્યુને મરાવ્યો તે જ કૃષ્ણે એની સ્ત્રીના પરીક્ષિતરૂપ ગર્ભને અશ્વત્ત્થામાએ મારેલો સજીવ કર્યો. એ બે કાર્ય ધર્મને માટે કરનાર શ્રીકૃષ્ણ એકજ હતા.
  6. ૬.અશ્વત્ત્થામારૂપ કૌંચ–કવચ.