પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૬
હુનૂમાન હરિકેતન[૧] ધ્વજ ધારે!
ફરે ચક્રો કાળનાં ગોળ ગતિમાં,
આવ્યો કાળ એ નો એ આ ધરતીમાં.
આવ્યા રામ દ્વિજ અદૃશ્ય- શરીરી,
પ્રદક્ષિણ કરતા રથ લઈ કિરીટી[૨] !
આપે મને સારથિપણું પ્રભુ એનું;
રણક્ષેત્ર ચોમગ દીસતું મચેલું !
કુરુક્ષેત્ર એ રણમધ્ય રહે છે,
ચારે પાસ અર્જુનનો રથ વહે છે.
મહારથિ બહુ બહુ, યુદ્ધે, ધસે છે,
કુરુક્ષેત્ર ચક્રનો અક્ષ[૩] બને છે.
કપિ, રીંછ, ને અન્ય કંઈ કંઈ પ્રાણી.
કુદે કપિકેતનનો રથ તાણી.
સોંપી મને તેવે સમે પટરાણી,
કુરુવીર ખેડે સમુદ્રનું પાણી.
રોતાં જોયાં સીતા અશોકની નીચે,
પાંઞ્ચાલીનો રાખું પલંગ હું ઉંચે.
ધરતી પર યુદ્ધો મચે આજ જ્યારે,
દેવીને સ્પર્શે નહી બાણ ત્યારે.
એને ઉરે દુ:ખ પુરાણ જ દીસે,
ખેચું વાયુરથની લગામો હું રીસે.
ખેંચી પાંચે બન્ધુઓને હવે આણું,
ઝાલ્યું મ્હેં કો કાર્ય મુક્યું નથી જાણ્યું !”

આ ભક્ત ચિરંજીવનો સ્વર સાંભળી પાંઞ્ચાલીના પલંગ આગળથી સર્વ નીચે ઉતર્યાં તો પાંઞ્ચાલીના પલંગથી છેક પૃથ્વી સુધી લાંબા લાંબા તારની જાળી ગુંથવામાં રોકાયલી હનુમાનની મ્હોટી જીવતી મૂર્તિ દેખાઈ.એ જાળીના કેટલાક તાર ઠેઠ સમુદ્રની પેલી પાર સુધી આ પલંગને સાંધી દેતા હતા અને તેના ઉપર મ્હોટાં મ્હોટાં વ્હાણો, આગબોટો અને વીજળીના ચમકારા ચાલતા હતા અને આવજા કરતા હતા. કેટલાક તાર ઉપર સોના, રૂપા, અને મણિમુક્તાના મૂલ્યવાન ભંડાર સરતા હતા તો કેટલાક


  1. ૧. સિંહની નીશાનીવાળો ધ્વજ
  2. ર.અર્જુન.
  3. ૩.ચક્રનો વચલો ભાગ.