પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૭

ઉપર રુ, કાપડ, સુતર, અને વીલાયતી દેશી માલની અનેક જાતો બે પાસ ખેંચાતી હતી. કેટલીક વાર તો ચારે પાસ સમુદ્રના તીર ઉપર ને બંદર પર અનેક રચનાઓથી આ તાર ઝુલતા હતા ને અગ્ન્યસ્ત્રના ચમત્કારોથી દીવાળીની ફુલકણીઓ પેઠે અથવા અગ્નિખેલ–આતસબાજી–નાં ઝાડો પેઠે દૃષ્ટિમર્યાદામાં પ્રકાશ પણ રૂપ, રંગ ને આકાર પામતો હતો અને અનેક શક્તિયો, વૈભવ, અને ચિત્ર ભરતો હતો. આ સાગરતીરની વચ્ચેના પ્રદેશમાં ખુણે ખુણે મ્હોટી મ્હોટી અગ્નિરથ-આગગાડી–ની હારકટારો, કીડીયોની હારો પેઠે, ઉભરાતી હતી, દેશ અને કાળનાં અંતર દૂર કરતી હતી અને મનુષ્યોને, માલને, અને બુદ્ધિઓને પણ પ્રવાસ કરાવતી હતી, ફેંકી દેતી હતી, ફેરવતી હતી, તીવ્ર કરતી હતી ને તેમનાં મૂલ્ય વધારતી હતી. ચારે પાસ પર્વત ઉપર ને સમુદ્રોમાંના દ્વીપ ઉપર, મેદાનમાં ને ખીણોમાં, અરણ્યોમાં ને નગરોમાં, નગરોમાં ને ગામડાંઓમાં, આંગળે વ્હેડે ગણાય એટલા દેખાતા પણ સંખ્યાગર્ભ વાનર માળીયો અનેક જાતની મ્હોટી વાડીયો રચતા હતા અને તેમાં અનેક પુષ્પો, ફળો, અને વૃક્ષો ગોઠવતા હતા તેનું ચિત્ર પાંઞ્ચાલીના પલંગની અને ભૂમિના મધ્યભાગે, કાચ જેવા થયલા વાતાવરણમાં, પ્રતિબિમ્બિત થતું હતું. સંસ્કૃત અને ઇંગ્રેજી વિદ્યાઓના સુવાસ ચારે પાસથી પવન ખેંચી આણતો અને છેક પાંચાલીના પલંગ સુધી લઈ જતો હતો. વેદના અર્થ અને ઐતિહાસિક તારતમ્યનો ઉદ્ધાર કપિલોકને હાથે થઈ પશ્ચિમ પવનની લહરીઓમાં તરતો તરતો પવિત્ર વારાણસીના વિદ્વાનોના કાનમાં આવવા લાગ્યો હતો. શાસ્ત્રોના બોધ વારાણસીઆદિ સ્થાનોમાંથી કપિલોકના દેશ ભણી એ જ પવન લેઈ જતો હતો. ઠેકાણે ઠેકાણે રાજકીય વિષયોમાં કસરત કરવાનાં તાલમખાનાંના તંબુઓ અને અખાડા ઉઘાડી હવામાં જમાવવામાં આવ્યા હતા. કેટલેક સ્થાને વસુન્ધરા પૃથ્વીના અંતર્ભાગ ઉઘાડી તેમાંની મૂલ્યવતી ધાતુઓનાં પ્રદર્શન સર્વને દૃષ્ટિગોચર કરવાનાં સ્થાનક રાખવામાં આવતાં હતાં. આ તારોમાં, વાડીઓમાં, સુગંધી પવનના પ્રવાહોમાં, સમુદ્રોમાં, તંબુઓમાં, અખાડાઓમાં, અને પૃથ્વીના અંતર્ભાગમાં, આ વિસ્તીર્ણ દેશની અનેક રંગી ઘાડી મ્હોટી વસ્તી કપિલોકના આકર્ષણથી ખેંચાતી હતી, પોષણ પામતી હતી, કળાઓ શીખતી હતી, દ્રવ્ય ઉત્પન્ન કરવાના માર્ગ જાણી લેતી હતી, રાજ્યવ્યવસ્થાને પામતી હતી, એકાકાર સર્વ સામાન્ય જનસમુદાય રૂ૫ મહાસાગરનું રૂપ પામતી હતી, અને પવન અને ગુરુત્વાકર્ષણને બળે સમુદ્રના તરંગો જેવા પછાડા મારતી હતી. અશ્વત્ત્થામાના `--