પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૦

પોપટ૦– હાસ્તો, દુર્યોધન ! સરત રાખજે કે તું કુરુક્ષેત્રમાં ઉભો ઉભો ઉચ્ચાર કરે છે – ને પાઞ્ચાલીનો બીજી વાર પરાભવ થાય છે.

અ૦દુ૦– એ તો કેટલી વાર થયો ને થશે ! તું જોતો નથી કે અમારામાંનો અશ્વત્ત્થામા હજી તમારે ત્યાં જ ચિરંજીવ છે? તમારા તો નથી પાંડવ ને નથી કૌરવ ! એ તો અમારો શેતાન ને ઝરથેાસ્તનો આંગ્રમન્યુ ! એનાથી અમે જીત્યા ને જીતીશું ! તમે તો કુરુક્ષેત્રની માટી છો ને કૌરવપાંડવોના યુદ્ધકાળે તેમના પગ નીચે કણકપેઠે મસળાવા યોગ્ય છો. પાંડવો અમારે વશ છે ને તમારી તેમને પરવા નથી !

હનૂ૦– દુર્યોધન ! હું તને કહું છું કે કુરુક્ષેત્રની માટી મસળવાની વેળા આવશે તો તેમાં પ્રથમ લોહી આપણા લોકનું, પાણીની પેઠે, રેડાશે. પણ આ બ્રાહ્મયુગમાં આ બ્રાહ્મણોનો દેશ તો આ ક્ષેત્રમાં પડેલાં ટીટોડીનાં[૧] બચ્ચાં પેઠે જીવશે!

“Let, the sword of the world be brandished as it may,
“It cannot cut one vein without the permission of God.”[૨]

પોપટ૦– આ તમારા દુર્યોધનમાં ને વાલીમાં શો ફેર છે ?

હનુમાન- દુર્યોધનમાં અહંકાર, મમતા, અને પશુદર્પ ત્રણ અવગુણ છે. વાલીમાં અહંતા અને મમતા બે છે. કર્ણમાં મમતા નથી પણ અહંકાર છે. પાંડવોમાં તેમનું કાંઈ નથી.

અ૦દુ૦– આ સંસારમાં એકનું જઈને જ બીજાને આવે છે, અને ઘેાડાઓની સરત પેઠે એક લક્ષ્ય શોધવા અનેક ઘેાડાઓ દોડે છે - એ


  1. ૧. મરાઠા અને મુસલમાનો વચ્ચે પાણીપતનું યુ્દ્ધ થયું ત્યારે એ સ્થાનમાં એક ટીટોડીએ મેદાનની વચ્ચ્ચોવચ માળો બાંધી બચ્ચાં મુકયાં હતાં. આ જગાએ રણજંગ ખરેખરે મચ્યો હતો તે વખતે એ, ટીટોડી ને તેનો નર, બે પક્ષીનું જોડું, સર્વ યોદ્ધાએાના માથા ઉપર આ સ્થાને ભમ્યાં કરતું હતું. તેમણે પૃથ્વીપર બાંધેલા માળા ઉપર ઈશ્વરેચ્છાથી યુદ્ધમાંના એક હાથીનો ઘંટ છુટી પડ્યો હતો અને તે ઘંટને તળીએ અને વચલા ભાગમાં આ માળો અને બચ્ચાં ઢંકાઈ ગયાં હતાં ને ઘંટના છત્રને લીધે યોદ્ધાએાના અને તેમનાં વાહનોનાં પગલાં તળે છુંદાઈ જવામાંથી બચ્યાં. છેક યુદ્ધ થઈ રહ્યું ત્યારે કોઈએ ઘંટ લેઈ લીધો ને તે ઉપર ભમતાં રંક નરમાદા પોતાનાં બચ્ચાં પાસે જઈને બેઠાં. આવી કથા છે.
  2. ૧ Leyden.