પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૧


ઘોડાઓમાં અહંતા ન હોય તો આ સરત બંધ પડે અને સર્વની પ્રવૃત્તિ અને તેની સાથે જીવનવૃત્તિ બંધ પડે. મમતા એ પ્રીતિનું મૂળ છે, ઉદ્યોગની ને આગ્રહની પોષક છે, શક્તિ અને ફળના પરસ્પર પ્રમાણની રક્ષક છે, અને એ રક્ષણથી ને પોષણથી જ અહંતા સફળ થાય છે. પશુદર્પહુંકાર એ યજ્ઞમાં સોમપાન છે, એ રણમાં શંખનાદ છે, ને એ સંસારનું સત્ત્વ છે. હનૂમાને કરેલા એ સર્વના ત્યાગથી આવા નિર્માલ્ય પોપટો પણ આપણા શરીરમાં ચાંચો મારવા શીખશે.

હનૂમાન – અહંતા, મમતા, અને દર્પના બળના પક્ષવાદી ! જે અંધકાર સરોવરમાં ભરાઈ પેસી તું આ કઠોર વાક્યોથી સાધુજનોને મર્મપ્રહાર કરે છે તે તું ત્હારા સરેવરમાંથી બહાર આવી પ્રકટ થા; અને આપણા દેશમાં કે આ કુરુક્ષેત્રમાં પ્રકટ થઈ પછી આ દુષ્ટ ઉચ્ચાર તું કરે નહી ત્યાં સુધી અમે ત્હારી ઉપેક્ષા જ કરીશું. ત્હારી તારા ત્હારા દેશમાં વાલી કે સુગ્રીવ બેમાંથી જે વિજયી નીકળે છે તેને વરે છે ત્યારે કુરુક્ષેત્રની પાઞ્ચાલી ધર્મને ને તેનાં બન્ધુઓને જ અમર સૌભાગ્યથી વરેલી છે ! એ ભાઈઓએ અને પરમાત્માની ઇચ્છાએ એને સર્વ કાળમાં બચાવી છેને તેને હજી બચાવશે. મ્હારા ત્હારા જેવા અનેક ચિરંજીવીયોનાં આયુષ્ય મળી આના આયુષ્યથી ટુંકાં થાય છે તે ગણીજો. ઈજીપ્ટ, ગ્રીસ, રોમ, બાબીલોન, બાઈઝેણ્ટાઈન, સર્વ આગીયા કીડાઓ પેઠે ન્હાની મ્હોટી રાત્રિમાં પ્રકાશ પામી અસ્ત થઈ ગયાં છે ને આજના યુરોપને પણ બહુ કાળ થયો નથી – જેણે તેણે ચારસો પાંચસો વર્ષના પલકારા સુધી અાંખો . ઉઘાડી રાખી છે ત્યારે આ ઉપરની પાઞ્ચાલી આ સર્વના પ્હેલાં જન્મેલી - તે હજી સુધી આયુષ્યમતી છે, એવા દીર્ધતમ આયુષ્યમાં ઈશ્વરનો કંઈક ગૂઢ મહાન્ મર્મ જ ર્‌હેલો હોય છે.

આકાશમાં બીજો સ્વર થયો – કુન્તી ઉપરથી બોલતી હતી.

"એ જ સત્ય છે - દુર્યોધન ! એ જ સત્ય છે. તું મને ઘેલી ગણ તો હોય તે ત્હારી માતાને પુછજે – કે જેણે તને માત્ર यतो धर्मास्ततो जयः એટલા જ શબ્દથી આશીર્વાદ આપ્યો હતો. મને ઘેલી ગણી: મ્હારા શબ્દ સાંભળ્યા ન સાંભળ્યા ન કરીશ.

"Lay not that flattering unction to thy soul,
“That not thy trespass, but my mádness speaks. [૧]

“ Know that even in thy country the truth-seers of


  1. ૧. Shakespeare