પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૬

એશિયા ખંડની પૃથ્વીને વ્હેચી લે છે, પણ જ્યારે તેમનાં યુદ્ધ થશે ત્યારે કપિલોક ત્હારા પુત્ર ઉપર વિશ્વાસ કરતાં શીખશે ને તેમનું મૂલ્ય જાણશે ને તેમને શસ્ત્ર અને અસ્ત્ર ઉભય પોતાની ગરજે આપશે. ત્હારા બીજા શત્રુ કોણ કોણ છે ? અશ્વત્થામા ? દુર્યોધન ? વાલી ? દુષ્કાળ ? પવન પેઠે સર્વવ્યાપી થઈ ઉડતા વ્યાધિયો ? જો, પાઞ્ચાલી ! હનુમાને તે સર્વને માટે પાંડવોની છાયાઓ ઉભી કરવા માંડી છે ને અમે સર્વ ભાઈઓ, વાદળાંની છાયાની પાછળ તેમના જળની વૃષ્ટિ થાય તેમ, અમારી છાયાઓની પાછળ આવવા માંડીશું.

“અશ્વત્ત્થામાની સ્થિતિ શું ત્હારી પોતાની જ દયાનું પરિણામ નથી ? એનો માર્ગ પરમાત્મા ક્‌હાડશે. ત્હેં એનો ઘાત કરવાની ના કહી તે કાળે અર્જુન ને કૃષ્ણ બે જણે મળી એના મસ્તકનો મણિ ક્‌હાડી લઈ એને જીવતો મુક્યો તે શા સંકેતથી તે તો પરમાત્મા જાણે ! પણ તે જ પરમાત્માનો વિશ્વાસ રાખી હવે આનો પણ કંઈ માર્ગ નીકળશે એવી શ્રદ્ધા રાખ. એની વાતમાં મ્હારા અભિપ્રાય પ્રમાણે થયું નથી. પણ આ દુર્યોધન દુષ્ટ થાય તો તેની જંઘા કુટવી એ મ્હારું કામ ખરું. પણ એકવારની શિક્ષાથી એ સુધર્યો નથી એમ નથી. मनसा એની પ્રકૃતિનાં બીજ નષ્ટ થયાં નથી, પણ એ બીજની સાથે તેનાં નિરોધક બીજ અને ધર્મરાજની મર્યાદા કંઈક ઉગવા લાગે છે ત્યાં લગી ધર્મરાજ મને મ્હારું પરાક્રમ દર્શાવવા દે એમ નથી, આ જ નિરોધને લીધે એનાં कर्म ઉપર પણ એ જાતે કંઈક જાણ્યે અજાણ્યે નિરોધ રાખે છે ત્યાં સુધી એ ધર્મની જ આણમાં છે. બાકી માત્ર वाचा એ એવોને એવો છે ને તે એક રીતે સારું છે, કારણ એની વાણીનો પણ નિરોધ થાય તો એના મનનાં સત્વ તું દેખી ન શકે તો તું છેતરાઈ જાય. માટે તે બોલે છે તે તેને માટે ખોટું છે પણ ત્હારે અને ત્હારી પ્રજાને માટે સારી જ વાત છે. વાલી પણ દુર્યોધનનો બીજો અવતાર છે ને ત્હારી સેવા કરતાં પોતાની તારાની સેવાને પોતાનો ગુરુતર ધર્મ ગણીને પ્રવર્તે છે તે પણ એક રીતે ધર્મ્ય છે, એ માર્ગ તને દુ:ખકર છે, પણ કાલપરિપાકથી સુગ્રીવ ને ચકોરના જેવી એની બુદ્ધિ પણ થાય એવી છે માટે જ તારા ઉપરનો એનો પક્ષપાત ઈશ્વરને ક્ષમાયોગ્ય લાગતો હશે. દુષ્કાલ અને વ્યાધિયો ત્હારી સર્વ પ્રજાને સમયે સમયે અતિપીડા કરે છે ને ક્ષીણ કરે છે-પણ તું જાણે છે કે અશ્વત્ત્થામાએ કરાવેલાં પાપનું પણ ફળ ઘટે છે, પૃથ્વીથી ઉચકાય નહી એટલો ભાર થાય ને એનાં આપેલાં અન્નવસ્ત્રનો ભંડાર ખુટવા માંડે ત્યારે આ વસ્તીને ભાર ઓછો કરવા તેમ આ