પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭

“તરત કાળમાં રાજાઓ અમારાં લોકલ બોર્ડઝ્ અને મ્યુનિસિપાલિટિઓ જેવાં સ્થાનિક સ્વરાજ્યની દશાને પામ્યાં જોશો. અને તેને અંતે બીજી દશા આવશે.”

પ્રવીણ૦ – “તમારે એથી શો લાભ ?”

શંકર૦ – “એવું થયાનાં દૃષ્ટાંત કંઈ દીઠાં છે ?”

ચંદ્ર૦ – “એનાં દષ્ટાંત જોવાં હોય તે ઇંગ્લાંડના બેરનો (Barons) આજ ડ્યૂક અને કાઉંટ થઈ ગયા છે તે ! તમારા ભાયાતોની દશા પણ બીજી શી થઈ છે ? કાળક્રમે ઇંગ્રેજીરાજ્યના મૂળગ્રાસીયામાં દેશી રાજાઓની ગણના થશે. અમને તેથી લાભ છે. અમો ઈંગ્રેજી પ્રજા પાસે દ્રવ્યના સંચય નથી, અને ઉદ્યોગમાંથી અવકાશ નથી. અમારા રાજ્યમાં પ્રજાએ રાજા પાસે માગણું માગતાં નિરંતર આગ્રહથી અને મહાન્ દ્રવ્યના વ્યયથી મહાભારત પ્રયત્ન કરવા પડે છે - તેનું દૃષ્ટાંત – અમારી કોન્ગ્રેસ અને બીજાં જે જે કામ જુવો તે. બંગાળામાં જમીનદાર રાજાઓને અવકાશ, દ્રવ્ય અને ઉત્સાહ સર્વ છે. મુંબાઈ ઈલાકામાં વ્યાપાર છે તે વિદ્વાનોના હાથમાં નથી, અને તેઓ દ્રવ્ય શોધતાં અવકાશ ખુવે છે. વ્યાપારીયો દ્રવ્ય અને અવકાશ વ્યાપારમાં રોકવા વધારે ઈચ્છે, અને અવકાશ અને દ્રવ્ય બે તેમની પાસે હોય, તો ઉત્સાહ તેમાં નથી આવતો. આ પાસના રાજાઓ જમીનદારો થઈ જાય તે મુંબાઈ ઈલાકામાં બંગાળાના રાજાઓ જેવો વર્ગ ઉભો થશે, તેમ થવા નિર્મેલું છે, તેમ થશે તો એવા દ્રવ્યવાન્ અવકાશવાન્ વર્ગમાં અમે વિદ્વાનો ઉત્સાહ ભરશું, અને મેગ્ના કાર્ટા મેળવનાર ઉમરાવોએ પ્રજાનો ઝુંડો લીધે હતો*[૧] તેવો


  1. * The barons proclaimed themselves the army of God and HolyChurch. The middle classes of England, both the yeomanry in thecountry and the Burghers in the towns, actively aided them; and renderedtheir success certain. It was no longer a rising of one order of the community but a movement of all the free-men of the land. John seems to haveperceived the formidable importance which it thus assumed and heendeavoured to detach the barons from the national cause by offeringspecial terms in favour of themselves and their immediate retainers. Butthe baronial chiefs felt their true position as champions of a notion's rightsand disregarded the insidious offers of the King . . . who, in despair, sentthe Earl of Pembroke to inform them that he was ready to comply withtheir petitions, and to desire that a place and time might be manned for aconference. : The barons answered, “Let the day be the 9th of June, theplace, Runnymede.”–Sir Edmand Creasy's Rise and Progress of the British Constitution