પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૮

દિશામાં ઉરાડનાર પવન ત્રણે પાસના સમુદ્રમાંથી વાવા લાગ્યો ને માત્ર હિમાલયે રોકેલી દિશામાંથી જણાયો નહી પણ હિમાલય સુધી જઈ તેનાં ક્રૌંચરંધ્ર જેવાં અનેક રન્દ્રમાં પેસવા લાગ્યો. વાંસળીયોમાં પેસી સ્વર કરતો હોય તેવા સ્વર કરવા લાગ્યો. આ પવનમાં ઝોલાં ખાતી અર્જુનના વાયુરથની દોરીઓ હનુમાન ચારે પાસ કુદી કુદી પકડવા લાગ્યો ને પાઞ્ચાલીના પલંગ નીચે તેમ અન્યત્ર પોતે બાંધેલા તાર, તમ્બુ, અને બીજાં સર્વ યંત્રોના મર્મભાગ સાથે એ દોરીયોને બાંધવા લાગ્યો ને તેની ક્રિયાનું અનુમોદન કરતી વાયુરથમાંની અર્જુનમૂર્ત્તિ, રથમાંથી નીચી દૃષ્ટિ કરી, પાઞ્ચાલીની આંખો સાથે આંખો મેળવી ક્‌હેવા લાગી.

“પ્રિયા ! હું હાલ પ્રવાસી છું, વરુણલોકમાં ને વાયુલોકમાં પર્યટણ કરું છું, પણ આપણો સમાગમ હવે પાસે છે, સર્વ દેશની સર્વ સમૃદ્ધિઓથી મ્હારો રથ ભરાય એટલી વાર ધૈર્ય રાખજે ને ત્હારા પલંગ નીચે હનૂમાનનાં સુકૃત્યની, ને મ્હારે ઉગી નીકળવાના ક્ષેત્રની, કૃષિલેખાઓ [૧]જોઈ મ્હારા ધ્વજસારથિ કપિરાજ ઉપર વિશ્વાસ રાખજે. દેશેદેશથી જે સામગ્રીઓ હું ત્હારે માટે આ રથમાં એકઠી કરી સાચવી રાખું છું તેના સત્કાર માટે કુરુક્ષેત્રમાં જે રચનાઓ ને વ્યવસ્થા કરવાની તે હનૂમાન સારી રીતે જાણે છે, કારણ મ્હારી પ્રકૃતિનો તેને ઘણા કાળથી પરિચય છે."

“પાઞ્ચાલી ! આ ચિરંજીવ અશ્વત્ત્થામાથી પણ વાસીશ નહી. અતિકૃપા કરી ત્હેં એનું મરણ નિવાર્યું; ત્હેં એનું શિર છેદવાની ના કહી; અને શ્રીકૃષ્ણ યોગેશ્વરે તેને ગાંડો કરી ચિરંજીવ રાખેલે છે તે શું નિરર્થક છે ?"

“There is a method in his madness which time and effort only will unravel, and thou shall dawn before the civilization of these days the wonders we had sown in our honey-moon days ! His madness will, in the fulness of time, burst like a volcano and pour over this boasting age the contents of that unquenched genius which has been burning all along beneath the surface of this man's madness. Progress will then be lifted up for ever.


  1. ૧. હળ કરવાથી ખેતરમાં પડેલી રેખાએા.