પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૨

મ્હારો જન્મ યમરાજના તેજમાંથી જોયો છે તે કપિલોક સમજતા નથી. તે કપિલોક પાસેથી ત્‍હારે અમ ભાઈઓના ક૯યાણની વ્યવસ્થાઓ અને ઋત ધર્મ શીખવાનો છે તે ત્‍હારે પણ તારારાણીને અનેકધા શીખવવાનું છે.તને શીખવવાનું તે તારા જાણે[૧] છે; પણ દીર્ઘ મૂર્છાને બળે, ત્‍હારા મહાત્માઓયે તને શીખવેલું, ત્‍હારે શીખવાનું, તું જાણતી નથી તે જાણ, અને પરસ્પરનું ઉદ્‌બોધન કરાવી કપિલોકનું અને અંહીના આર્યોનું કલ્યાણ કર – એ ત્‍હારો ધર્મ છે. તે ધર્મનો આચાર પરિપાક પામશે ત્યારે આ કુરુક્ષેત્રરૂપ ધર્મક્ષેત્રની તટભૂમિમાંથી આ ક્ષેત્રમાં જ પ્રવેશ પામવા જેટલું અન્ન અને સામર્થ્ય મ્હારું શરીર પામશે અને તે પછી જ આપણે પરસ્પરયોગનાં અધિકારી થઈશું. આ ક્રૌંચરન્ધ્રથી થોડે છેટે અનેક નદીઓ નીકળે છે તેમ અનેક ઉપદેશમાંથી હું પોષિત થયો છું. પણ તે સર્વ નદીઓને લેઈ સિન્ધુ અને ગંગા સમુદ્રનો યોગ પામે છે તેવો યોગ મ્હારું શરીર પામશે ત્યારે હું તને કહી શકીશ કે પાઞ્ચાલી ! “ હું દ્યૌ ને તું પૃથ્વી !” મ્હારા ઉપર પ્રીતિ હોય તો આ ત્‍હારા હાથની વાત આ દેશમાં ઉત્પન્ન કરવાની તે તને દર્શાવી. આ દેશમાં જન્મેલો હું ધર્મ સંપૂર્ણ કળાથી પાશ્ચાત્ય જગતમાં સંભૃત થઈશ ને મ્હારા સાંપ્રત સ્વરૂપનાં આ કાળનાં સર્વ કલંક નષ્ટ થશે, ત્યારે પાઞ્ચાલીની અાંખોની કીકીયો તેના પ્રકાશથી ચળકવા ને ચમકવા માંડશે ને એ અાંખોમાં પ્‍હોચેલો એ પ્રકાશ, મ્હારી પાઞ્ચાલી ! ત્‍હારી હૃદયવેદીમાં અખંડ જ્વલમાન રહેલા અનાદિ અગ્નિ સાથે સમાગમ પામશે ! – ત્યારે - ત્યારે - ત્‍હારાં સર્વ અંગમાં ત્‍હારો અન્તરાત્મા સર્વ મહાયજ્ઞોને માટે અનેક જ્વાલાઓથી ભભુકી ઉઠશે ! પાઞ્ચાલી ! ત્‍હારા હાથની વાત તને સમજાવી અને ઈશ્વરના હાથની વાત પણ સમજાવી."

“પાઞ્ચાલી ! હવે હું પશ્ચિમ દેશોમાં એવે રૂપે ઉભો થયો છું કે આસ્તિક અને નાસ્તિક સર્વ લોક મ્હારું સ્વરૂપ જોઈ શકે છે ને મ્હારી આજ્ઞા તે સર્વના હૃદયોમાં વર્તે છે. સર્વ દેશના અનુભવનું માખણ વલોવી ક્‌હાડી આ પરિણામ મ્હેં આણ્યું છે, ધર્મ આ દેશમાં જ


  1. ૧. Meanwhile the idea of a school should be borne in mind in every branch of the administration, civil and judicial, and especially in the foreign or political department. A British officer at an Asiatic court is often the one solitary representative of civilization and progress ; and this feeble light ought to be fed, strengthened, and kept constantly burning like the fire of the Vestal virgins.
    Talboys Wheer.