પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૪

સુખ, દુ:ખ અને ભયની ત્રિપુટી પાસે તને સંસિદ્ધ કરાવે એવા ચમકારા કરનારી વીજળી ત્હારા સર્વાંગમાં ગૂઢ છે. તે કાળપરિપાકે આપણો યોગ કરાવશે ! અમર કુન્તીમાતા પ્રવાસે ન નીકળતાં ત્હારી પાસે અનેક યુગથી બેઠાં છે તે તને અસ્તકાળે પણ ઉત્સાહ આપશે !”

“સુક્ષ્મતમ્ યજ્ઞમાંથી ઉત્પન્ન થયલી રાજપુત્રી ! પૂર્વે તને કહેલું હતું તે જ સ્વરૂપ આજ મ્હારું છે ! તે સ્મરણમાં આણી મ્હારી છાયાનું ત્હારા હૃદયમાં પોષણ કરજે ! હું ક્રિયાહીન શુષ્કજ્ઞાન નથી, જ્ઞાનહીન કર્મ નથી; નીતિહીન ભક્તિ નથી, કેવળ પરલોકવાચક ક્રિયા નથી, કેવળ ફલાન્વેષી નીતિ નથી; પૃથ્વીની માટી ને આકાશના જળ જેવાં ઐહિક અામુત્રિક જ્ઞાનમાંથી પ્રકટ થયલા નીતિવૃક્ષ ઉપર હું પુષ્પ પેઠે ઉદય પામું છું, ને મ્હારી પાછળ ફળ પેઠે અર્જુનની ક્રિયા પ્રકટ થાય છે એ ક્રિયાનું કારણરૂપ કર્તવ્યતાભાન તે હું છું.

“I am Duty incarnate and, neither more, nor less! Born in this sacred land, fed and nourished with its best fruits, but self-developed and matured and enlightened by travelling through the space and time outside our nativity ! Gone but to return when thou shalt shake off thy sleep and want me in the heart of thy heart ! And not till then ! Sleep on, my love, but hear the ditty I whispered in thy ears in the hour of our love, and dream of it ! – dream on ! – until it fills thy Soul !

नाहं कर्मफलान्वेषी राजपुत्रि चराम्युत ।
ददामि देयमित्येव यजे यष्टव्यमित्युत ॥
अस्तु वात्र फलं मा वा कर्त्तव्यं पुरुषेण यत् ।
गृहे वा वसता कृष्णे यथाशक्ति करोमि तत् ॥
धर्म एव मनः कृष्णे स्वभावाच्चैव मे धृतम् ।
धर्मवाणिज्य को हीनो जघन्यो धर्मवादिनाम् ।
न धर्मफलमाप्नोति यो धर्मं दोग्धुमिच्छति ।
यश्चैनं शङ्कते कृत्वा नास्तिक्यात्पापचेतनः ।।
एते हि धर्ममेवादौ वर्णयन्ति सदाऽनधे ।
कर्तव्यममरप्रख्याः प्रत्यक्षागमबुद्धयः ।। [૧]

  1. ૧. વનપર્વ.