પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૬
કુરુભૂમિ વીશે સર્વ તે વૃથા !
મરને સારથિ શસ્ત્રહીન ત્યાં !
મુક તું મોહને ! લે ઉમંગને !
હરિ ચિરંજીવી ઓ જુવે તને !
પટકુળે લઈ એ ઉભા હજી;
ધર ચમત્કૃતિ બુદ્ધિની નવી !”

એવામાં પૃથ્વી પર ચરણ મુકયા વિના વાદળાંની જાજમ ઉપર કોઈ ભવ્ય દિવ્ય દેવની મૂર્ત્તિ ચાલી આવતી જણાઈ. તેને જોતો જોતો સરસ્વતીચન્દ્ર કુમુદના કાનમાં ધીમે સ્વરે ક્‌હેવા લાગ્યો.

“કુમુદ ! સર્વ ચિરંજીવોના સૂત્રધાર ચિરંજીવ ભૃગુપતિ દયાળુ ગમ્ભીર વેશે આવે છે તેને હૃદયમાંથી પ્રણામ કરજે ! આપણી સર્વ નિરાશામાં આશા મુકવાનું સામર્થ્ય એક એ મહાત્મામાં જ છે!”

“We are now in the all-hallowing presence of that almighty Spirit of Harmony, whom Shelley hailed as the Life of Life ! ૫રમ જયોતિનો બ્રાહ્મણાવતાર તે આ જ!"

પળ વારમાં પરશુરામની તેજોમયી મૂર્તિ, સર્વ ચન્દ્રને ઉંચા કરતી પાઞ્ચાલીની પાસે આવી અદ્ધર ઉભી; થોડી વાર પાઞ્ચાલીની આંખો ઉપર અને કમ્પતા હૃદય ઉપર અમીદૃષ્ટિ કરી ઉભી રહી; અને અન્તે, એના ધીર ગમ્ભીર અક્ષર - એના દાંતનાં કિરણ પેઠે - જગતમાં પ્રસરવા લાગ્યા.

“I am much more than all that, my little children !"

“પાઞ્ચાલી! જે સર્વવ્યાપિ એક સત્ત્વ, આ દશે દિશાઓમાં વ્યાપતાં અને તરવરતાં અસંખ્ય બ્રહ્માણ્ડોમાં, સ્ફુરે છે તેની છાયા ત્હારી પાસે ઉભેલી તું દેખે છે તેને - મને – જોઈને તું શાંત થા. જો અજ અજર અમર શાશ્વત તેજોમય પટ જેવો પુરુષ અનંત કાળને વ્યાપીને સ્થાણુરૂપે ઉભો છે તેના તન્તુને તું અત્યારે સ્પર્શે છે. તું કોઈ રીતે ભીતિ રાખીશ નહી ! આ દેશમાં ધર્મ પાછો આવશે ને તેની પાછળ તેના સર્વ બન્ધુઓ આવશે ! હું તેમની ગતિનો સૂત્રધાર ત્હારા આશાતન્તુને ત્રુટતા અટકાવવા આ દિવ્ય મુર્તિમાં તને પ્રત્યક્ષ થાઉં છું."

“હું ધર્મની આશા છું; ઋતનો સૂત્રધાર છું; સત્યનું સ્વરૂપ છું; અને એ ત્રણેની વ્યવસ્થાના માર્ગનું અધિષ્ઠાન છું. કુરુક્ષેત્રમાં જેણે અર્જુનનું