પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૨

આ વેળાએ કુરુક્ષેત્રે નવો જ ચમત્કાર દર્શાવ્યો. જેને તેણે જય આપ્યો તે રાજા કંઈ ધર્મી ન હતો પણ તેણે ત્હારા સ્વામિત્વનો દુરભિલાષ રાખ્યો ન હતો. જય મળ્યો અને મ્હારા નામધારીની સેનામાંની સ્ત્રીઓને લેઈ તે ચાલ્યો ગયો. જે લોકને માટે એ રાજા લ્હડ્યો તે અધર્મી હતા. જેની સામે એ લ્હડ્યો તે અધર્મી હતા. એ ઉભય અધર્મીયોનો આ ક્ષેત્રે સંહાર કર્યો. તપાવેલા વાસણને અજાણતાં કોઈ અડકે ને દાઝી બેસે તેમ આ ઉભય અધર્મપક્ષ કુરુક્ષેત્રમાં લ્હડવા ગયા તેવા જ તેના અંતર્ગઢ અગ્નિથી દાઝ્યા ને બળી મુવા[૧] ! કુરુક્ષેત્રે ઉભય અધર્મીયોનો ધ્વંસ કર્યો ત્યારે કયા ધર્મનો ઉદય કર્યો? પાંચાલી ! જાગૃત થા ! મરણ શક્તિને સચેત કર ! મ્હારા અવતારનો દમ્ભ કરનાર બ્રાહ્મણનો કુરુક્ષત્રે ભેાગ લીધો અને મ્હારા ધર્મને પાળનાર મ્હોટા માધવરાવને આ દમ્ભી જનના રાજ્યકુળમાં મ્હેં રાજપદ આપ્યું. પણ પ્રજાનાં પુણ્યરાશિના ક્ષયથી એ પરીક્રમી બ્રાહ્મણનું સદાયુષ્ય એ સ્વામીદ્રોહી વંશમાં ટક્યું નહી. કુરુક્ષેત્રે એ વંશને દેખાડવા માંડેલા ચમત્કાર આ બ્રાહ્મણના તેજ આગળ શાંત રહ્યા હતા, તે એના આયુષ્યની સમાપ્તિ પછી બમણા જોરથી એ વંશમાં ફાલવા લાગ્યા. [૨]વળી ઉભય અધર્મી પક્ષના રુધિ૨વર્ષથી કુરુક્ષેત્રમાં ધર્મઉદયનાં બીજ રોપાયાં, અને તેમાંથી ઉગેલા વૃક્ષોને આવેલાં ફળને સાગરમાર્ગે આવેલા કપિલોકે એ વૃક્ષો ઉપર ચ્હડી લેઈ લીધાં ! પાઞ્ચાલી ! કુરુક્ષેત્રે અધર્મીયોનો મૂળસહિત નાશ કર્યો અને દૂર ઉભેલા અધર્મીઓને - અયસ્કાન્ત – લોહચુંબક – જેવી શક્તિથી – આકર્ષી લીધાં [૩]!


  1. 1. Never was a defeat more complete, and never was there a defeat which diffused so much consternation, Grief and despondency spread over the whole Mahratha people ; most had to mourn relations and all felt the destruction of the army as a death-blow to their national greatness. The government of the Peishwas never regained its vigour . . . The confederacy of the Mahomedans, too, dissolved on the cessation of their common danger. Ahmedshah returned home without attempting to profit by his victory, and never afterwards took any share in the affairs of India.
    Elphinstone's History of India.
  2. 2. The plains of Panipat were not more fatal to the Mahratha empire than the early end of this excellent prince : Grantt Duff
  3. 3. The actors in the last transactions having left the stage, the history of the Moghul empire here closes itself. Its territory is broken into separate States; the capital is deserted; the claimant to the name of emperor is an exile and a dependent; while a new race of conquerors has already commenced its career which may again unite the empire under better auspices than before.
    Elphinstone's History of India on the results of the battle of Panipat.