પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૧

ચન્દ્રલોકમાંથી સ્વરો બન્ધ પડ્યા તે પ્હેલાં હનૂમાન સર્વના સામે ઉભા રહી બોલવા લાગ્યો ને તેના પ્રતિધ્વનિ સમુદ્રોમાં ને પર્વતોમાં ઉડવા લાગ્યા.

[૧]द्वारे कल्पतरुन् गृहे सुरगविश्चिन्तामणिनिङ्गदे
“पीयूषं हृदयेषु पाण्डुतनयेष्वस्त्रोन्दमं ब्राह्णम् ।
“एवं कर्त्तुमयं व्यवस्थति मुनिर्भूतेषु भाग्योत्क्रमम्
"पायात्रोऽखिललोकबुद्धिसदनो देवः स्वयं भार्गवः ॥

“Those only will survive this Out-going Age of Destruction who are fittest to live in the In-coming Age of Construction, and the fitness will consist, not in the mailed fist and its power to destroy, but in the Progressive Virtues of the brain and the heart. May we be fit for that Age, for there is no hope of survival for those not so trying to be so fit !”

આ સ્વર બંધ પડ્યો ને તેની સાથે સર્વ પવિત્ર સત્ત્વો અદૃશ્ય થયાં. માત્ર કુરુક્ષેત્રનું ચન્દ્રિકાની ચાદર પાથરેલું વિશાળ ઉઘાડું મેદાન, એક ચન્દ્ર અને અનેક તારાવાળું આકાશ, અને ઉત્તરમાં પૃથ્વીમાંથી ઉગેલા મ્હોટા વાદળા જેવો હિમાચળ, એ સર્વની વચ્ચે સરસ્વતીચંદ્ર અને કુમુદ તેજોમય વસ્ત્રથી સન્ધાયલાં, દક્ષિણ દિશા ભણી દિવ્ય પાંખેાપર ઉડતાં જવા લાગ્યાં. થોડી વારે રત્નનગરી પાસેના સમુદ્રમાં એ રાજયોનાં બંદર અને તેમાં સ્હડવાળાં વ્હાણો અને ભુંગળાવાળી આગબોટો અને બંદર ઉપરના બંગલા સર્વ આ શાંત રજનિમાં સુતેલાં દેખાયાં અને માત્ર તેમાંના દીવા જાગતા હતા.


  1. ૧. આ પરશુરામ મુનિ ભૂતમાત્રમાં ભાગ્યનો ઉત્ક્રમ એટલે ઉન્નતિનો ક્રમ ઉંચો રચવાનો વ્યવસાય કરે છે ! તે ઉત્ક્રમ કેવો છે ? તે ભૂતો ગૃહબ્હાર નિકળી બ્હાર પ્રવાસે નીકળે તે કાળને માટે તેમનાં દ્વારોમાં કલ્પવૃક્ષોને આ મુનિ રોપે છે; તેઓ પોતાનાં ગૃહમંદિરમાં કુટુંબવચ્ચે અને સ્વદેશમાં હોય તે વેળાને માટે તેમનાં આ ગૃહોમાં કામધેનુએાને મુકે છે, કંઈ પણ કાર્ય સાધવા તેમણે પોતાના હાથને ચલવવા પડે ત્યારે કેણીપાસ ચલાવવા એ જાણવાને અને સાધન શોધવાને માટે ને ભૂતોના હાથ ઉપર સોનાનાં કડાંને સ્થાને ચિન્તામણિ બાંધે છે. મનુષ્યો અરસ્પરસ સુખનાં સાધક થાય માટે તેમનાં હૃદયમાં અમૃત ભરે છે; લોકકલ્યાણની વૃદ્ધિને માટે સર્વત્ર પાંડવોમાં અસ્ત્રોના બ્રાહ્મણ ઉદ્ગમને મુકે છે એ ભાર્ગવ દેવ પરશુરામ પોતે સર્વ લોકની બુદ્ધિએામાં વાસ કરે છે તે મુનિ આપણું રક્ષણ કરો ! ( સુભાષિતરત્નભાંડાગાર ઉપરથી )