પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૪

સર૦- અદ્વૈતમાં આજ્ઞા શી ?

કુમુદ૦- એ પણ સત્ય છે; તો હું જાઉં છું.

કુમુદસુન્દરી ચાલી. ચાલવા માંડ્યા પછી સરસ્વતીચંદ્રે તેને પાછી બોલાવી “કુમુદસુન્દરી, જરા આવી ને જાવ.”

કુમુદ પાછી ફરી.

“શી ઇચ્છા છે ?

સર૦– તમારું મન સ્વસ્થ છે ?

કુમુદ૦- હા.

સ૨૦– દૃઢ છે ?

કુમુદ૦– એ પ્રશ્ન જ મનને અદૃઢ કરે છે.

સર૦— તમારા સંબંધમાં હું કાંઈ તમને કહું તે ખેદ વિના સાંભળી શકશો ?

કુમુદ૦– આપના સંસર્ગથી આપે આપેલી મ્હારી ક્ષુદ્ર શક્તિયોનું બળ આપ જ જાણી શકશો ને વધારી શકશો.

સર૦– જ્ઞાનદષ્ટિએ અને જ્ઞાનને બળે જ મ્હારું ક્‌હેવાનું સાંભળી તમારું હૃદય સ્થિર રહી શકશે.

કુમુદ૦– જો એમ હોય તો કલ્પનાનું કે શંકાનું કાંઈ કારણ નથી.

સર૦– તો બેસો ને આ વર્તમાનપત્રો આપું તે વાંચો.

કુમુદ બેઠી. વર્તમાનપત્રો વાંચવા લાગી. સૈાભાગ્યદેવી અને પ્રમાદધનનાં મરણના અને કુમુદના ડુબી ગયાના સમાચાર એક પછી એક કુમુદે ધડકતે હૃદયે અને રોતી આંખો એ વાંચ્યા. પત્રો પાછાં મુક્યાં અને રોતી રોતી નીચું જોઈ બેસી રહી. શું બોલવું, શું કરવું, કે શું પુછવું – તે કાંઈ એને સુઝ્યું નહી. શોકનો એક કાળો રંગ એના હૃદયમાં વ્યાપી ગયો.

સર૦– તમને આવો શોક થશે જાણીને જ મ્હેં આ વાત તમને કહી ન હતી. હવે પરિપાક પામતા અદ્વૈતમાં આટલો પણ પડદો અધર્મ છે એમ જાણી હું આજ કઠણ હૃદયનો થયો ને આ વાત તમારી પાસે વંચાવવાની મ્હેં ક્રૂરતા કરી.

કુમુદનું મુખ લેવાઈ ગયું. એનાં આંસુ ખાળ્યાં રહ્યાં નહી.

“દેવીના વિષયનો તો મ્હારો શોક આપ સમજી શકશો. પણ હું સત્ય કહું છું કે મ્હારા સ્વામીનાથને માટેનો પણ મ્હારો શોક