પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૯


ગુફાઓ વચ્ચેના ઝરાએાના આરા ઉપર સાધ્વીઓની વચ્ચે થઈને નીચી દૃષ્ટિથી ચાલતી કુમુદ જતી જણાઈ. છેટે એક સ્થાને તેણે પાણીમાં પેંશી કેશ પલાળી સ્નાન કર્યું; સાધ્વીઓમાંનું કોઈ પણ બોલતું દેખાયું નહીં. પુતળીઓની પેઠે મુગી રહી સર્વ સ્ત્રીયો કુમુદની શોકપ્રવૃત્તિમાં સહાયક થતી હતી. કુમુદનાં આંસુ ઝરાના પાણીમાં વહી જતાં માળ્ ઉપર ઉભેલા પુરુષે કલ્પ્યાં. કેડ સુધી લટકી ર્‌હેતે ભીને વાળે, ઉચાં નીચાં અવયવોમાં ચ્હોટી જતે ભીને લુગડે, બેસી જતા દેખાતા ગાલે, અસ્વસ્થ પણ મન્દ શિથિલ ક્રિયાએ, પાણીમાં ન્હાતી કુમુદમાં સરસ્વતીચંદ્રના હૃદયને તૃપ્ત કર્યું, લીન કર્યું, અભિલાષી કર્યું, દયાલુ કર્યું, તપ્ત કર્યું, શોકગ્રસ્ત કર્યું, અને અંતે અનેક ઉંડા નિઃશ્વાસોની ધમણથી ધમતું કર્યું. પ્રીતિની નાડીઓ એના હૃદયમાં અને શરીરમાં નવા અને અપૂર્વ મન્દ વેગથી વહન પામવા લાગી અને દુઃખી નર્મદના અનુભવને તેમાં પુનર્જન્મ આપતી હોય તેમ એની પાસે ધીમે ધીરે સ્વરે ગવડાવવા લાગી.

“સલામ, રે દીલદાર, યારની ! કબુલ કરજે !
રાખીશ માં દરકાર, સાર દેખી ઉર ધરજે.
ઘણા ઘણા લેઈ ઘાવ, તાવમાં ખુબ તવાયાં !
નહી અન્ન પર ભાવ ! નાવમાં નીર ભરાયાં !
સરખાસરખી જોડ, કેડનાં બંને માર્યા;
છુટી પડી ગઈ સ્હોડ ! હોડમાં બંને હાર્યા !
એક અંગોનાં અંગ, નંગ–કુન્દન બન્યો છે !
છાજો નહી રે સંગ, રંગમાં ભંગ પડ્યો છે !”[૧]

“ કુમુદ ! કુમુદ !"

“પ્રિયા ! તું શોક છોડી દે !
જગતના બંધ તોડી દે !
તું કાજે હું કરું શું ? કહે !
હૃદય પર શલ્ય શાને વ્‌હે ?
હવે ઉભાં નવે દેશે !
હવે ફરીયે નવે વેશે !
નથી સંસારની ભીતિ;
ત્યજી સંસારની રીતિ.

  1. ૧. નર્મ કવિતા.