પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૫

અભિલાષથી કે મ્હારા ઉદ્ધારના કોઈ અતિ પવિત્ર માર્ગે આપ મને લેઈ જાવ, અને જેમાં સંસાર કે સાધુજન કોઈ દોષ ન દેખે અને મ્હારું કલ્યાણ થાય એવું ફળ આપો. સંસારને આ૫ શ્મશાન ગણો છો તો હું પણ તેને શ્મશાન જ ગણું છું, પણ મ્હારા શોકને બળવાની ચિતા તેમાં સળગતી નથી ને એક વાર સળગી તો આ પવનને ઝપાટે વધારે લાગવાને ઠેકાણે હોલાઈ ગઈ ! મ્હારો દુર્ગન્ધી શોક એ ચિતા ઉપર એવો ને એવો પડેલો દેખાય છે ! મ્હારા શોકને, મ્હારા વિકારને, અને મ્હારાં કલંકને હવે આપ ભસ્મરૂપ કરો અને મને માત્ર એ ભસ્મની પેઠે જ આપના સહવાસમાં ઉડવાની શક્તિ આપો ! એ વિના વધારે જીવન મ્હારે હવે નથી જોઈતું.”

એને વાંસે હાથ મુકી સરસ્વતીચંદ્ર ક્‌હેવા લાગ્યો, “કુમુદસુંદરી! તમારો શોક તમને પાવન કરે છે તે પ્રત્યક્ષ કરો. આ મ્હારા હાથનો ને તમારા શરીરનો સ્પર્શ બે દિવસ ઉપર આપણને વિકારથી ભરતો હતો તે બેને અત્યારે પ્રકૃત અવસ્થામાં ર્‌હેવા દે છે – આ તમારા શોકનું શુભ પરિણામ આપણે બે જણ આપણા સૂક્ષ્મ અદ્વૈતને બળે અનુભવીયે છીયે. એથી વધારે ફળ આ શોક આપે એમ નથી માટે તેને હવે નિષ્કારણ ગણી ત્યજો. કાલ પ્રાતઃકાળે ચંદ્રકાન્ત અત્રે આવે છે ને મ્હારે તમારે કંઈપણ એકાન્ત વાર્તા કરવાનો પ્રસંગ તે પછી ન્યૂન થશે. માટે, શોકને સમાવી દેઈ, મળી વેળાનો ઉપયોગ કરો તો સારું ”

કુમુદ ઉચું જોઈ બ્હાવરી બની બોલીઃ “ચંદ્રકાંતભાઈ ભલે આવે. આપણે શી વાત કરવી તે મને કંઈ સુઝવાની નથી.”

સર૦- તમે શાંત સ્વસ્થ થઈ બેસો તો હું સુઝાડું.

કુમુદ૦– આપ બેસો એટલે હું બેસીશ.

સર૦- ચાલો. બે જણ બેઠાં. પ્રથમ ક્‌હો કે સાધુજનોએ તમને શો ઉપદેશ કર્યો ?

કુમુદ૦– તેઓ મ્હારા સ્વામીને સ્વામી ગણતાં નથી તો તેમના ઉપદેશ શા કામના ?

સર૦- પણ તે સ્વામી હોય તો શા વિધિ આવે પ્રસંગે પાળે છે ?

કુમુદ૦- સંસારી જન સાધુ થાય તે કાળે તેની પાસે સંસારનું સ્નાન કરાવે છે; ને એમનો સંપ્રદાય આવે પ્રસંગે તે શબનો સ્પર્શ કરનારને જ સ્નાન