પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૨


ઉપર જ હોમાયું છે – અને આપના જેવા આટલા મનોબળવાળા સાધુજન એ હોમને ધર્મ્ય ગણે છે ! – તે હવે હું કાંઈ વિચારતી નથી ! આપના સન્મિત્ર પાસે મ્હારાં નામ રૂપ પ્રકટ કરો ને આપને અંહી સુધી શોધવા આવનાર મિત્ર આપના જેવા જ સજ્જન હશે અને કંઈપણ સદ્વિચાર બતાવશે. મહારું સર્વ આયુષ્ય આપની સૂક્ષ્મ પ્રીતિથી તૃપ્ત થશે ને સ્થૂલ પ્રીતિના સ્થૂલ ભોગની વાસનાને આપના આશ્રયથી હું દૂર રાખી શકીશ ! મ્હારા હૃદયમાંથી પ્રીતિનો વૃક્ષ ઉખાડી શકતી નથી ને કોઈ ઉખાડી શકે એમ નથી. આપની છાયાની પેઠે, ચુડુબોધિની ધર્મપત્ની પેઠે, સૂર્ય પૃથ્વીને રાખે છે તે પૃથ્વીની પેઠે, હું આપનો ધર્મસહચાર કરીશ ! સંસાર ક્‌હેશે તે સાંભળી રહીશ, પિતામાતાનાં દુ:ખ જોઈ રોઈ રહીશ, પણ મ્હારો ધર્મ તો આ દેખું છું તે જ પાળીશ. ઓ મ્હારા પ્રાણનાથ ! આપ હવે મ્હારા સર્વ વિચારનો ત્યાગ કરી કેવળ લોકકલ્યાણના જ વિચાર કરો. આપના હૃદયમાં જે દેશ અને લોક વસી રહ્યા છે તેમની હું સપત્ની નહીં થાઉં – પણ એ દેશ અને લોકની સેવાને અર્થે આપ જે યજ્ઞ માંડશો તેમાં હું આપની સહધર્મચારિણી થઈશ ! આજની રાત્રિ એ યજ્ઞના વિધિ સમજાવવામાં ગાળો. પ્રાત:કાળે ચંદ્રકાન્તભાઈ પાસે વગર શંકાએ મને બેલાવજો ! આ સિદ્ધમન્દિરની પવિત્ર છાયાઓ મ્હારા હૃદયને સ્પર્શ કરતી અત્યારે હું અનુભવું છું ને એ સ્પર્શના તાત્પર્યના બોધને આપનો ચિન્તામણિ પ્રકટ કરશે. તે આપણા સંસ્કારોને શુદ્ધ કરશે. આપણા વ્યવહારનો નિશ્રય તે આપના તટસ્થ મિત્રને જ સોંપજો !”



પ્રકરણ ૩૯.
દેશપ્રીતિનું મનોરાજ્ય.
शतेषु कश्चन शूरः जायते । सहस्त्रेषु पण्डितः
वक्ता दशसहस्रेषु दाता भवति वा न वा ॥
इन्द्रियाणां जये शूरो धर्मं चरति पण्डितः
सत्यवादी भवेद्वक्ता दाता लोकहिते रतः ॥
વ્યાસ ; મહાભારત.

(અર્થઃ- સેંકડોમાં એક શૂર થાય, હજારોમાં એક પંડિત થાય, દશ હજારેામાં એક વક્તા થાય; ને દાતા તે ઉત્પન્ન થાય કે ન થાય. શૂરે તે