પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૩

મ્હારો ચિન્તામણિ અને તમારો સ્પર્શમણિ આપણાં હૃદયોમાં સન્ધાય છે. જુવો ! જુવો ! આ મ્હારો અભિલાષ આ જાગૃત સ્વપ્નના મનોરાજ્યમાં વધારે પ્રદીપ્ત થતો અનુભવું છું. મ્હારા પિતાના દ્રવ્યથી પણ અનેકધા અધિક દ્રવ્ય મ્હારા હાથમાં ઉછળતું દેખું છું, ને તેને લોકહિતના પરમાર્થમાં વેરવા પોતાને પ્રવૃત્ત થતો કલ્પું છું! અનુભવું છું ! આ નવા ચમત્કારને બળે આપણા અતિથિપુરના બીજા ભાગમાં હું હવે બગીચાઓ અને મ્હેલો ઉઠાવું છું એમાં હું આ દેશના અને પરદેશના મ્હોટા મ્હોટા વિદ્વાનોને, કવિઓને, ગ્રંથકારોને, શાસ્ત્ર અને “સાયન્સ”ના અનુભવી સમર્થ વેત્તાઓને બોલાવીશ, વર્તમાનપત્રોના અને માસિક ત્રૈમાસિક પત્રોના તંત્રીઓને બોલાવીશ. રાજકીય વિદ્વાનોને અને અધિકારીયોને, દેશવત્સલ અને દેશાભિમાની તેમ સર્વદેશાભિમાની અને સર્વલોકહિતચિન્તક મહાત્માએને, અતિ સમર્થ અને અતિ શ્રીમાન વ્યાપારીઓને અને વતનદારોને, એક-ધર્મગુરુઓને, અનેકધર્મવેત્તાઓને, અને સત્યશોધકને, યોગીયોને અને સંન્યાસીઓને આ સ્થાનમાં અત્યંત આદરથી હું બેાલાવીશ અને આપણા આશ્રમીઓને તે સર્વના ગાઢ સૂક્ષ્મ સમાગમનો લાભ અપાવીશ. આ દેશમાંથી, પરદેશમાંથી, આર્યોમાંથી, અનાર્યોમાંથી, પુરુષસૃષ્ટિમાંથી તેમ સ્ત્રીસૃષ્ટિમાંથી, સર્વ વર્ગમાંથી બેાલાવીશ. એ મહાસમુદ્રનું મન્થન કરી તેમાંનાં રત્ન પામવાની કળા, સનાતન અને વિશેષ ધર્મોના વિચાર, અને શુદ્ધ સાધુજનના આચારની ઉન્નતિ, શારીરક અને માનસિક સમૃદ્ધિઓ અને ઉત્કર્ષ:– એ સર્વ આ મહા સમાગમમાંથી આપણા આશ્રમના વિદ્વાનો પામે એવા માર્ગ શોધીશું. ધર્મરાજના ધર્મ, ભીમસેનની સતત ગતિ અને જાગૃતતા, અર્જુનની ક્રિયા, નકુલની ચિત્રભાગે કલાઓ, સહદેવની પ્રાજ્ઞતા, હનૂમાનની બન્ધુતા અને હિતચિન્તકતા, કુન્તીનાં ક્ષમા અને ધૈર્ય, અને આ દેશના અને આંગ્લદેશના લોકનું હૃદયઐક્યઃ- આ સર્વ ફળનાં બીજ આપણા ત્રણે આશ્રમોનાં પુરુષોમાં, સ્ત્રીઓમાં, અને બાળકોમાં આપણે રોપીશું. આ સ્થાનમાં સર્વ પૃથ્વીનાં જ્ઞાન અને રસ ફુવારા પેઠે ફુટશે, મહાલક્ષ્મીના ચરણ કુંકુમ સાથે ફરશે, અને આર્ય દેશની ચિન્તા ભગવાન પરશુરામે ચિરંજીવ રહી જુના કાળથી ભરાતા મેઘ પેઠે રાખી છે તેની પ્રથમ વૃષ્ટિના છાંટા થવા માંડશે ! કુમુદ ! પ્રિય કુમુદ ! આ વૃષ્ટિથી સચેત થયેલી પાંચાલી આખી પૃથ્વીનું કલ્યાણ કરી શકશે ! ભારતવર્ષની એ શક્તિ અનેક યુગોથી તપ કરતી દુ:ખ પામતી જીવી છે તે આ અર્જુનના કપિલોક– ઇંગ્રેજ -ના બન્ધુત્વથી