પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૬

દૃષ્ટિથી મનુષ્યમાત્રને વૃદ્ધ મહારાજ જોતા, જે અધ્યાત્મદૃષ્ટિથી તેમને જોવાને બોધ આટલી વાર સુન્દરગિરિના સાધુજનોને મુખેથી આપણે સાંભળ્યો છે, તે દૃષ્ટિથી જોતાં પૂર્વ અને પાશ્ચાત્ય બુદ્ધિનો સંગમ થાય છે અને એ સંગમસ્થાન આગળના પ્રવાહમાંના પાણીમાં જોતાં જે ભૂમિ ઉપર પત્થર જેવાં પાપ છે ત્યાં આપણે સંચાર નહી કરીયે. જે લોકાપવાદ સત્ય હોય તો કુમુદનું સરસ્વતીચંદ્ર પાણિગ્રહણ કરે એ જ યોગ્ય છે ને યોગ્ય વર વિનાની તેમ કૌમારવ્રતની અભિલાષિણી કુસુમનો અભિલાષ સિદ્ધ થાય તે જ યોગ્ય છે. તે જ બે આપણા બેના ધર્મ છે !

“તો એ ધર્મના આચારમાં બીજો શો અંતરાય છે ? પ્રધાનપદની વાસનાને લીધે શું આ ધર્મ ત્રુટવો ઘટે છે? લોક ગમે તે માનતા હશે. પણ કામન્દકીને મુખે પવિત્ર ભવભૂતિએ અધિકારના લોભી પિતાઓના સ્નેહનું વર્ણન કરાવ્યું છે તે તને લક્ષ્યમાં હશે !

"गुणापेक्षाशून्यं कथामिदमुपक्रान्तमथवा.
कुतोऽपत्यस्नेहः कुटिलनयनिष्णातमनसाम् ।
इदं त्वैदंपर्यं यदुत नृपतेर्नर्मसचिवः
सुतादानान्मित्रं भवतु स हि नो नन्दन इति [૧] ॥"

“ગુણીયલ ! પ્રધાનપદના લોભથી તો શું પણ સંસારમાં કોઈ પણ પદાર્થના લોભથી અથવા રાજા કે માતાપિતા કે દેશ કે કોઈને પણ પ્રસન્ન કરવાના લોભથી જે માતાપિતા પુત્રીનું વિવાહમાં દાન કરે છે તેમનો અપત્યસ્નેહ શૂન્ય ગણવો અને તેમણે પુત્રી પ્રતિના પોતાના ધર્મમાં ધુળ ભેળવી સમજવી ! પુત્રીનું દાન કરતાં પુત્રીના સ્વાર્થ વિના બીજો સ્વાર્થ કે બીજો લોભ રાખે છે તે માતાપિતારૂપે શત્રુ જ સમજવાં ! તેવા પિતાને માથે માલતીના જેવા નિઃશ્વાસ ભમ્યાં કરે છે ને ક્‌હે છે કે – “ઓ પિતા ! તમને અન્યનું આરાધન પ્રિય છે - તમારી પુત્રી પ્રિય નથી [૨] !”– “ઓ તાત ! તમે પણ આવા છો તો સર્વથા ભોગ - તૃષ્ણા જ જય પામી


  1. ૧. આ પિતાએ જમાઈના ગુણની અપેક્ષા રાખ્યા વિના આ વિવાહનો ઉપક્રમ કેમ કર્યો ? અથવા તો કુટિલ રાજનીતિમાં ઝબકોળાયેલાં મનવાળાપુરૂષોને પોતાનાં બાળક ઉપર શુદ્ધ સ્નેહ તે શાનો હોય ? અા પિતાના મનનોસાર તો આટલામાં જ આવી ગયો છે કે મ્હારી દીકરીના વિવાહથીરાજાનો નર્મસચિવ નન્દન મ્હારો મિત્ર થાય ! (માલતીમાધવ)
  2. २ राजाराधनं खलु तातस्य गुरुकं न पुनर्मालती