પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૭

કર્યા વિના મ્હારે મ્હારી શક્તિ અને વૃત્તિ પ્રમાણે વર્તવું પડશે – મને મ્હારો ધર્મ એવો લાગે છે. આવી મ્હોટી વાતમાં મ્હારે મામાજીથી જુદો મત રાખી તેમને કુપથ્ય લાગતે માર્ગે પ્રવર્તવું પડશે, અને વડીલની ઇચ્છામાં બે વાત સાચવવી ઠીક લાગી છે તેને સ્થાને એક વાત સાચવી બીજીને પડતી મુકવી પડશે. એક પાસ આ કાર્યથી વડીલોનાં મનને આમ ક્લેશ થાય અને બીજી પાસ એ કાર્ય ન કર્યાથી પુત્રી પ્રતિ મ્હારો માનેલો ધર્મ ત્રુટે છે – એ વિચાર મને ગુંચવારામાં નાંખે છે ને દીન બનાવી મુકે છે.

સર૦– સુધારાના વમળમાં એવી અવસ્થાઓ વશે કે કવશે સર્વને અનુભવવી પડશે.

વિદ્યા૦– એ વમળનાં ખેંચાણ સહીને પણ ધારેલું કાર્ય ધર્મ ગણું છું માટે તે કર્યા વિના છુટકો નથી.

સર૦- પુત્રીને સાધુના ભેખમાં જોઈ આપને આમ થાય તે સ્વાભાવિક છે.

વિદ્યા૦– છતાં મહારાજના ધર્મભવનની આજ્ઞાઓ જેવી તીવ્ર છે તેવી જ અનિવાર્ય છે. હીરાલાલે ધારેલો પુરાવો તે રજુ કરશે કુમુદની પ્રતિષ્ઠાને ચીથરે હાલ થતી જોવાનું ભય મને કંઈક કમ્પાવે છે. ન્યાયાસનનો વેગ સામાન્ય મનુષ્યો અનુભવતાં તે આજ મ્હારે અનુભવવો પડશે.

સર૦– એ અનુભવથી આપને બ્હીવાનું કાંઈ કારણ નથી.

વિદ્યા૦– કારણ તો નીવડ્યે જણાય. બાકી જે ધૈર્ય અને સહનશીલતા ન્યાયાસન પાસેના પક્ષકારોમાં હું ઇચ્છતો હતો તે રાખતાં કેટલો પ્રયાસ અને ક્લેશ પડે છે તેનો આજ મને જાત-અનુભવ પ્રથમ થાય છે.

સર૦– આપ જેવાને ક્લેશના અનુભવ થાય તેમાંથી પણ આપ જગતને કલ્યાણકારક દષ્ટાંત બતાવી શકશો.

વિદ્યા૦- આ અનુભવથી દુષ્ટ લોકની પણ હું દયા રાખતાં શીખીશ. આવા આવા ગુંચવારામાંથી મુક્ત થવાની શક્તિ ન મળતાં અને માર્ગ ન સમજાતાં સામાન્ય બુદ્ધિનાં મનુષ્યો દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થવાની લાલચને નિવારી નહી શકતાં હોય ને દુષ્ટ થતાં હશે.

સર૦– એમ જ.

વિદ્યા૦- મ્હારી જે ફજેતી થશે ને જે તમાશા લોકને જોવાનો રસ પડશે તેને માટે હું હવે સજ્જ છું, બોલો, સરદારસિંહ ! નિર્ભય થઈને