પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૮

તમારો ધર્મ કરજો ને રાજસેવામાં ને લોકસેવામાં પ્રવર્તતાં કોઈ જાતનું ભય કે ૫ક્ષપાત ન રાખશો. ભીમભવનની દૃષ્ટિમાં તમે વજ્ર જેવા લાગો એવું કરજો.

સર૦– આપનાં બાળકની પવિત્રતા એવી છે કે અમારા દેહ અતિકોમળ હોય તો પણ ગદાનું ભય ર્‌હે એમ નથી.

વિદ્યા૦– જે હો તે હો. એ ગદાની શક્તિમાં ન્યૂનતા આવે એવું કંઈ કરવું નહી.

સર૦– યથાર્થ બોલો છો તે થશે. રત્નનગરીના મહારાજ અને અધિકારીઓ એવું જ ઇચ્છે છે.

વિદ્યા૦- હવે શી નવાજુની છે અને શું કરવા ધારેલું છે તેની યોજનાઓ ક્‌હો.

સર૦– હાજી. એજન્સીમાં ધૂર્તલાલના પ્રતિનિધિરૂપે હીરાલાલે એવી અરજી કરેલી છે કે અર્થદાસના અપરાધનો ન્યાય ઈંગ્રેજી ન્યાયાસન પાસે થવો જોઈએ. તેના કારણમાં તેણે એવું બતાવેલું છે કે કુમુદબ્હેન અને સરસ્વતીચંદ્રનો પ્રસંગ બુદ્ધિધનભાઈના ઘરમાં પડેલો તે આપના અને બુદ્ધિધનભાઈના જાણવામાં આવવા પછી અર્થદાસે કે બ્હારવટીઆઓએ સુરસ્વતીચંદ્રનું ખુન આપ બેમાંથી કોઈના તરફની સૂચનાથી કરેલું હોવું જોઈએ, અને આપના રાજ્યમાં આ તપાસ ચાલે તો તે વાતનો શુદ્ધ નિષ્પક્ષપાત નિર્ણય થઈ શકે એમ નથી. આ કારણને લીધે અર્થદાસનું ન્યાયાન્વેષણ આપણી પાસે ન ચલવવું અને બ્હારવટીયાઓનું સુવર્ણપુરમાં ન ચલવવું પણ એ સર્વેનું શોધન ઈંગ્રેજી અધિકારી પાસે ચલવવું એવી સૂચના એજન્સીમાંથી આપણા ઉપર અને સુવર્ણપુરના રાજ્ય ઉપર ગઈ છે ને બુદ્ધિધનભાઈએ આ વિષયમાં ઉત્તર આપતા પ્હેલાં આપનો અભિપ્રાય મંગાવ્યો છે. પ્રથમ પ્રશ્ન માત્ર કોની હદમાં કામ ચલાવવું એવો હતો તેને સ્થાને આ વધારે મ્હોટો પ્રશ્ન હવે ઉભો થયો છે.

વિદ્યા૦- આવી તપાસ ત્યાં થાય તો કામના રૂપના સંભવાસંભવ તમને કેવા લાગે છે ?

સર૦- સરસ્વતીચંદ્રનું એક પોટકું બ્હારવટીયાના હાથમાં ગયેલું તેમાં કુમ્દબ્હેનના હાથની એક પત્રિકા છે તેમાં એમના હાથની કવિતા છે તે આપણે સરકારી અધિકારી પાસે રજુ કરવું કે ન કરવું તે એક પ્રશ્ન છે.

વિધા૦- તેની પાસે કામ ચલવવું જ પ્રાપ્ત થાય તો તે રજુ કરવું એ