પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૩


“મને સ્વપ્નમાં મ્હારી જનની દેખાઈ. મ્હારે કપાળે હાથ મુકી કંઈ ક્‌હેવા જતી હતી એટલામાં હું જાગ્યો.”

કુમુદ કંઈ સ્મિત કરતી કરતી બોલી: “આપની સાથે આપનાં જનનીના પણ કંઈક ધર્મ કેટલાક વિષયમાં મ્હારે પાળવા, અને આપને જનનીની ખોટ પડેલી મને દેખાઈ છે તે મ્હારે પુરવી, એવો અભિલાષ કાલ રાત્રે જ મને થયો હતો. આપને કપાળે મ્હેં મુકેલા મ્હારા હાથને આપે આપનાં જનનીનો હાથ સ્વપ્નમાં જાણ્યો તે મ્હારા અભિલાષને બહુ શુભ શકુન થયા. હવે ચંદ્રકાંતભાઈની પાસે વસી આપને આપનું – આપણું – કુટુંબ બહુધા સાંભરવાનું.”

સર૦– એથી કુટુંબ ગમે તો વધારે સાંભરશે ને ગમે તો તે જેટલું સાંભરે છે તે સર્વ ભુલાશે. મને લાગે છે કે આન્હિક કરી લેઈ હું તેના સામે જાઉં.

કુમુદ૦- અવશ્ય પધારો.

સરસ્વતીચંદ્ર બોલવા જાય છે એટલામાં બ્હાર કંઈ સ્વર સંભળાયો અને ઓટલા બ્હાર દૃષ્ટિ કરી જુવે છે તો ગુફાઓની વચ્ચેના ઝરાઓની પાળો પર થઈને બે ત્રણ સાધુઓની વચમાં ચાલતો ચંદ્રકાંત આવતો દૃષ્ટિએ પડ્યો.

“કુમુદસુંદરી ! ચંદ્રકાંત આવે !” સરસ્વતીચંદ્રે આનન્દનો ઉદ્ગાર કર્યો.

“આપ મોડા થયા ને એમની પ્રીતિએ એમના પગને ઉતાવળા ઉપાડ્યા. આજ્ઞા હોય તે હું હવે સાધ્વીઓમાં જઈને બેસું ને આપ તરત એમના સામા જાવ. મ્હારું નામ બધાનાં દેખતાં દેશો નહીં ને એકાંતમાં તેમને યથેચ્છ ક્‌હેજો.”

કુમુદ ગઈ ને સરસ્વતીચંદ્ર નીચે ઉતર્યો ત્યાં ગર્જનાઓ થતી હતી – “નન્દકો નન્દન એક આનન્દ દેત હય !” આ ગર્જનાઓ પોતાની ગુફામાંથી નીકળતી હતી અને બ્હારથી પ્રત્યુત્તરમાં પણ એવી જ ગર્જનાઓ આવતી હતી. પોતાની સાથના સાધુઓને લેઈ સરસ્વતીચંદ્ર ગુફા બ્હાર નીકળ્યો ને ચંદ્રકાંતની સામે વાધ્યો. બે મિત્રોના ચરણ વેગથી સામાસામી ધસવા લાગ્યા, બે પાસની વધતી અને પ્રતિધ્વનિ પામતી ગર્જનાઓ વચ્ચે અને સાધુઓ અને ગુફાઓ વચ્ચે મિત્રોના જીવ માત્ર એક બીજા ઉપર દૃષ્ટિરૂપ જ થઈ ગયા અને ક્રિયા માત્ર ચરણરૂપ જ થઈ ગઈ. જોતા જોતામાં બે જણ પાસે