પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૩


પણ મન મારીને સાથે વસવાની કળાને પામ્યા છે અને તેવી કળા આ સાધુજનોમાં અથવા તમે ક્‌હો છે તેવા પ્રાચીન આર્ય સંસારમાં એક કાળે હશે; પણ આજ તો આ દેશકાળમાં તે અભ્યાસનું સ્વપ્ન પણ નષ્ટ થયું છે. ત્યાં એવો બળિષ્ટ અભ્યાસ થોડા કાળમાં કેવી રીતે ઉગવાનો કે સમજાવાનો ? માટે તમે વરણવિધાનથી વિવાહિત થાવ તેથી જેમ લોકનું કલ્યાણ કરવામાં તમારી તાકેલી બન્ધુકોના બાર ખાલી જવાના, તેવી જ રીતે વિવાહ વિના કેવળ સૂક્ષ્મ સમાગમ રાખી કરવા ધારેલા બાર પણ ખાલી જ જવાના, અને તમારે બેને સ્થૂલ શરીરનું નિષ્ફળ બ્રહ્મચર્ય-તપ તપવું પડશે તે વધારામાં.

“આ ત્રણે માર્ગથી તમારા અભિલાષ અસાધ્ય છે, એ અભિલાષ સિદ્ધ કરવાનો માર્ગ તો એક જ છે કે ગુણસુન્દરીના અને સુન્દરગૌરીના અભિલાષને તૃપ્ત કરવા, સરસ્વતીચંદ્ર ને કુસુમસુન્દરીનો સ્થૂલસૂક્ષ્મ વિવાહ થાય અને કુમુદસુન્દરી પરિવ્રાજિકાવ્રત પાળી તેમને સહાય્ય આપશે તો લોકમાં પ્રશંસા થશે અને લોકકલ્યાણના અભિલાષમાં સરસ્વતીચંદ્રને એકને સટે બે સહાયિનીઓ મળશે. તેમાં વિઘ્ન ત્રણ. કુસુમસુંદરીને કુમારાં ર્‌હેવું છે, કુમુદસુન્દરી સાથે અદ્વૈત પામેલું સરસ્વતીચંદ્રનું હૃદય નવા અદ્વૈતને શોધવા જુના અદ્વૈતનો ત્યાગ નહી કરી શકે, અને જુના અદ્વૈતનો ત્યાગ કરવા નવા અદ્વૈતને શોધી કે સાધી નહી શકે. બાકી એકનો ત્યાગ ને બીજાની સાધનાને સટે કોઈના ત્યાગ વિના નવા અદ્વૈતની જ યોજના કરવી હત તો કુમુદસુન્દરીના પોતાના સ્વીકારની વેળાએ અને મુંબાઈથી રત્નનગરી આવતી વેળાએ તેમનું સંવનન પણ નહોતું થયું ને પરિશીલન પણ ન્હોતું થયું. બે મનુષ્યોના સ્વાર્થ સંધાય ને સમાગમ રચાય ત્યારે થોડો ઘણો સ્નેહ, થોડા ઘણો અભેદ, અને થોડું ઘણું અદ્વૈત એટલાં વાનાં કીયાં આર્યો નથી પામી શકતાં ? મ્હારી ગંગાનો પત્ર તમે હવણાં જ વાંચ્યો ને અમારું કંઈક અદ્વૈત છે તે કુસુમસુંદરી જેવી શિક્ષિત રસિક મેધાવિની સાથે સરસ્વતીચંદ્રનું અદ્વૈત થવા પામે અને મ્હાર ને ગંગાના કરતાં તે અનેકધા વધારે કલ્યાણકર થઈ શકે એમાં શો સંદેહ છે ? પણ જે વાતમાં નથી પ્રવૃત્તિ વરને ને નથી કન્યાને, અને વધારામાં જે વાત સાધવાને માટે તમારે આવો અપ્રતિમ યોગ તોડવો પડે – એ વાત કરવા કરતાં તો તમારાં ધારેલાં લોકકલ્યાણ બધાંએ અગ્નિમાં પડે તે સહી શકાશે."

“તમારામાં તમે ધારેલા લોકકલ્યાણની જ વાસના તીવ્ર હોય, ને તમારો સમાગમ તેને માટે રાખવો પણ ખરો ને તે રાખવાથી કલ્યાણ