પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૪

કાર્યમાં વિઘ્નરૂપ ન થાય એ બે વાનાં સાથે લાગાં કરવાં હોય, તો મને એક જ માર્ગ સુઝે છે કે –સરસ્વતીચંદ્ર કુસુમસુંદરી સાથે દેખીતું લગ્ન કરવું, ને પછીથી કુસુમસુન્દરીને ચંદ્રાવલી પેઠે સ્વતંત્ર રાખવાં, અને એ બે આટલાં પરસ્પર ભેગાં ર્‌હે એવે કાળે તમે બે હાલ રાખો છે તેવી સૂક્ષ્મ પ્રીતિ ભલે કાયમ રાખો ને સૂક્ષ્મ કે સ્થૂલ એક પણ પ્રીતિ વગરનાં સ્વતંત્ર કુસુમસુંદરી ભલે પોતાની સ્વતંત્રતા જાળવે. આપણા લોકની દૃષ્ટિની વિષનો પ્રતીકાર, લોકનું કલ્યાણ, તમારો સૂક્ષ્મ સમાગમ, વિધાચતુરની અને ગુણસુન્દરીની સ્વસ્થતા, અને મ્હારા જેવાને જોવાનું અને તમારું તપ જેઈ બળવાનું કે હસવાનું : એ સર્વ કાર્ય સાથેલાગાં થવાનો એક આટલો માર્ગ છે – તે તમને પ્રિય હોય તો.”

સર૦– લોકના કલ્યાણને માટે પણ તેમની વઞ્ચના કરવી તે અધર્મ છે. પોપટ અને મેના જેવાં પક્ષીનું કલ્યાણ ઇચ્છી તેમનું કલ્યાણ કરવાને માટે પણ તેમની સ્વતંત્રતા બંધ કરવા હું ઇચ્છતો નથી. તો મ્હારે કુસુમસુંદરીને સપ્તપદીની પ્રતિજ્ઞાઓમાં પૂરી પછી તે તોડવામાં સહાયભૂત થવું અને જાતે પણ મિથ્યા પ્રતિજ્ઞાઓ લેવી એ મહાન્ અધર્મ કરવા કરાવવા હું ઇચ્છતો નથી. કલ્યાણકારક દાનશક્તિરૂપ કર્ણને પણ પિતામહે ક્‌હેલું હતું કે ધર્મલોપથી ત્હારો જન્મ થયો છે માટે ત્હારો પરિપાક aaવો દૂષિત થયો છે; – એ વ્યાસવાકય મને સત્ય લાગ્યું છે. ધર્મ પ્રથમ અને કલ્યાણની વાસના પણ પછી - ચંદ્રકાંત, Duty first, and then only our most cherished dreams. To act otherwise is to place the cart before the horse. To believe otherwise is to be under a self-delusion and pernicious fallacy. I have learnt this invaluable lesson in this sacred lodge and have taught it to this dear partner of my dear dreams, and I never promised or proposed to follow an invitation from Chandrakanta or any mortal or immortal being to allow any further dissolution of this partnership of mine, whatever name or form you be pleased to give to that dissolution.

ચંદ્ર૦– I only proposed the adoption of a ceremonial fiction analogous to the thousand and one legal and