પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૫

religious fictions which our people have so often adopted to effect their reforms.

સ૨૦- The holy people of this place detest such fictions, and I think their ethics is the purest and highest on this as on several other points.

ચન્દ્ર૦– You have floored me. I have nothing to add. – કુમુદસુન્દરી, જેના હૃદયમાં તમે આમ વસો છો તેના હૃદયમાં સાથીયા પુરવાનું કામ તમારું. એ કળા મને ન આવડી.

સર૦– ચંદ્રકાંત, તને પ્રશ્ન પુછ્યો છે કે અમારે બે જણે કેવી રીતે વ્યવહાર રાખવો તેટલાનો તું ઉત્તર દે, તટસ્થ થઈને દે કે મિત્ર થઈને દે.

ચન્દ્ર૦- કુમુદસુન્દરી, પુરૂષોની બુદ્ધિ આમાં નહી ચાલે. હવે તો તમારે જ માથે સઉ આવ્યું.

કુમુદ વિચારમાં પડી હતી. તેણે સાંભળ્યું નહી.

ચન્દ્ર૦– કુમુદસુન્દરી, આ યોગમાંથી જાગો ને નવો યોગ સાધો. અમે પુરૂષોની બુદ્ધિ ચાલતી નથી માટે તમારે એકલાંયે હવે વિચાર કરવાનું બાકી રહ્યું એટલે ક્‌હેશો તેમ મ્હાતો મિત્ર કરશે.

કુમુદ૦- આપનો ઉપકાર માનું છું, જાણવાનું સર્વ જાણ્યું. હું વિચાર કરીશ – પણ – સરસ્વતીચંદ્ર, આપ બંધાવ છો કે જે નિર્ણય હું કરીશ તે તમે સ્વીકારશો ?

સર૦– મ્હારા ને તમારા યોગ સંબંધમાં જે નિર્ણય કરશો તે હું પાળીશ.

કુમુદ૦- તમારા વચનમાં આટલી મર્યાદા કેમ મુકો છે ?

સર૦– એ આપણી પ્રીતિની મર્યાદા છે. એ મર્યાદાની બ્હારના સર્વ વિષયમાં મ્હારા તમારા બેનાં હૃદયનાં સંયુક્ત સંગીતથી જે સ્વર નીકળે તે ખરા.

કુમુદ૦- આપણાં સંગીત જુદાં નથી.

સર૦- સંગીત એક છે પણ કણ્ઠ બે છે.

કુમુદ૦- ભલે એમ હો. હું તમારા હૃદયમાં હઈશ તે કણ્ઠમાં પણ આવીશ. ચન્દ્રકાન્તભાઈ, મ્હેં સર્વ વિચાર કરવાનો માર્ગ શોધી ક્‌હાડ્યો છે, આ કન્થા ધારી તો ધર્મ પણ કન્થાનો જ ધારીશ. હું મ્હારા કુટુમ્બમાં નહી ભળી શકું, પણ તેનાથી ગુપ્ત પણ નહી રહું. દમ્પતીના