પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૧

સમાધિમાંથી જાગૃત થતા પ્હેલાંનો આખો દિવસ અને આખી રાત્રિ તેમના મુખ ઉપર અપૂર્વ આનંદ સ્ફુરી રહેલો હતો અને જાગ્યા તેની સાથે, થયેલા મેઘની પાછળ રહેલી શીતળતા પેઠે, એમની શાંતિ અને સ્વસ્થતા દેખાઈ. શરીરની ઇન્દ્રિયો બહિર્મુખ થવા લાગી તેમ તેમ એમનું શરીર હાલવા લાગ્યું, આશપાશનો સ્વર કંઈક તેમના કાનમાં જતા જણાયા, અને અંતે આંખ ઉઘડી ત્યાં વિહારપુરી સામે હાથ જોડી ઉભો. વિહારપુરી ભણી થોડી વાર જોઈ રહી વિષ્ણુદાસ બોલ્યા.

“વિહારપુરી, મૈને અપૂર્વ ચમત્કાર દેખા ઔર ઇસ મુખસે ઓ કહા નહી જાતા હય ! નવીનચંદ્રજી અપના મઠકા ઉત્કર્ષ કરેગા ઓ તો સચ હય, કિંતુ ઉસકા સ્વકીય મઠયજ્ઞકા વિષય ઔર મઠ ઇતના છોટા નહી ! ઉસકા મઠકી ઔર મહાયજ્ઞકી વિભૂતિ સંસારમેં મહતી જ્વાલસે જ્વલમાના હોનેવાલી હય, ઔર મેં ઔર તું તો માત્ર દૂરસેં ઉસકા દર્શન કરનેકા અધિકારસેં જાસ્ત અધિકારક પ્રાપ્ત ભી નહી હોનેવાલા ! જા, ઓ મહાત્માકુ ઇધર લા દે ઔર ઇસકી વેદિકા સંપૂર્ણ આપ્યાયન કરનેકા સમારંભ સબ સાધુલોગ લગા દે ઈસ તરેહકી વ્યવસ્થામેં ન્યૂનતા નહી હોવે ઐસા કર !”

“જૈસી ગુરુજીકી આજ્ઞા !”

વિહારપુરીએ દ્વાર ઉઘાડ્યું અને અન્ય સાધુઓ ગુરુની કાલોચિત શુશ્રુષા કરવા લાગ્યા. વિહારપુરી કેટલાક સાધુઓને લેઈ સરસ્વતીચંદ્ર સામે ગયો, અને તેને અર્ધમાગે મળી, તેને અને ચંદ્રકાંતને સાથે લઈ સાધુઓની ગર્જનાઓ વચ્ચે પાછો આવ્યો. સરસ્વતીચંદ્રે વિષ્ણુદાસને દેખતાં નમસ્કાર કર્યો, અને વિષ્ણુદાસ એને દેખી એકદમ ઉભા થયા, એને અત્યંત પ્રેમથી આલિંગન દીધું, અને મૃર્ધભાગનું ઉપાધ્રાણ કરી,[૧]પાસે બેસાડી વાતો કરવા લાગ્યા.

“નવીનચંદ્ર, શરીરસંપત્તિ તો સારી છે? આ તમારા મિત્ર છે ?”

સર૦– જી મહારાજ, આપની કૃપાએ અપૂર્વ લાભ હું પામ્યો છું તો શરીરસંપત્તિ પણ સારી હોય એમાં શી નવાઈ? અને તેમાં આવા મિત્રરત્નના


  1. ૧. મૂર્ધભાગ તે માથાનો ઉપલો ભાગ તેનું ઉપાઘ્રાણ કરવું એટલે તેનેસુંઘવું. પ્રાચીનકાળમાં આ દેશના આર્ય વડીલો પુત્રના મૃર્ધભાગનું ઉપાધ્રાણ,કરતા. ૧૮૭૦-૭૧ માં ફ્રાન્સમાં એક મહાયુદ્ધમાં વિજય પામ્યા પછી જર્મનીના મહારાજે પણ પોતાના પ્રધાન બિસ્માર્કના મૃર્ધભાગનું ઉપાઘ્રાણ કર્યું હતું.