પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૩

મધુરીમૈયા સર્વથા સ્વસ્થ છે, પણ નવીનચંદ્રજીના પૂર્વાશ્રમ સંબંધે કંઈક પ્રશ્ન ઉઠવાથી મહારાજના ધર્મભવનમાંથી આપે પુછવાનાં પ્રશ્નપત્ર અને નવીનચંદ્રજી ઉપર આજ્ઞાપત્ર આવેલાં છે.

વિષ્ણુ૦– તે ધર્માજ્ઞાનો નિર્વાહ જ્ઞાનભારતીને સોંપી દેજો. નવીનચંદ્રજી, અંહીના સાધુજન પૂર્વાશ્રમના પ્રકાશને લજજાસ્પદ કે વિસ્મરણીય ગણતા નથી પણ તેને, આ આશ્રમનું બીજ ગણી, પ્રસિદ્ધ કરતાં સંકોચ રાખતા નથી.

સર૦– આ સ્થાનમાં જે કાંઈ આચાર હોય છે તેમાં સાધુતા જ હોય છે.

વિષ્ણુ૦– ઉત્તમ સાધુઓ માનનો કે મદનો સંગ્રહ કરતા નથી ને યજ્ઞકાર્યે અંહીના આશ્રમીયો યોગીપણાનું માન મુકી પૂર્વાશ્રમમાં પણ ગયા છે, ને, પૂર્વાશ્રમમાં જઈ ત્યાં જવા છતાં, અધ્યાત્મદષ્ટિમાં તો તેઓ આ આશ્રમવાસી જ છે એવું ભાન ભુલાવનાર મદને વશ થયા નથી. નવીનચંદ્રજી, આથી જ અલક્ષ્યાત્માના લક્ષ્યવિહારનો આદર યદુશૃંગ ઉપર સધાય છે.

સર૦– એ માન અને મદ ઉભયનો ત્યાગ કરવાની તો આપે મને દીક્ષા આપેલી છે ને આજ તેનું હાર્દ સમજાવવાની કૃપા કરો છો એ આપનો પરમ પ્રસાદ છે.

વિષ્ણુ૦– એ માનના અને મદના ત્યાગી સાધુઓ કન્થાને લોક્યજ્ઞના અધિકારના તામ્રપટ જેવી ગણે છે તે અજ્ઞાની જનને પોતાનું અભિજ્ઞાન આપવાને માટે, અાપણા મઠના દમ્ભને માટે નહી. એ આ કન્થાનો કાર્યકારણભાવ, અને કારણને અભાવે કાર્ય શબવત થઈ જાય છે.

વિહાર૦– જી મહારાજ, કાલ શ્લોક વાંચ્યો કે

आत्मोपाधिभिरेव कीलित इति स्मृत्या मनः शीर्यते
तत्कीलाः सुमनःशरा इव शिवे भस्मीकृतारौ कृताः ॥
धानुष्के तु हते धनुर्न हि धनुर्वाणा न बाणा इमे ।
मायानाटकभूमिकासु रमतां साक्षी पुनर्वा न वा [૧]

  1. ૧. આત્મા ઉપર ઉપાધિ એના ખીલા જડેલા છે એવી સ્મૃતિ થતાં મનજાતે શીર્ણ થઈ જાય છે. શિવરૂપ મહાદેવે પોતાના શત્રુ કામદેવને ભસ્મ કર્યોતે પછી તેના બાણ નકામા પડ્યા રહ્યો તે પ્રમાણે મન શીર્ણ થઈ જતાંપેલા ખીલાઓ પેલા બાણ પેઠે નકામા થઈ જાય છે. આ ખીલારૂપ બાણનો મનરૂપ ધનુર્ધર આમ મરી જાય છે એટલે તેનું ધનુષ્ય તે ધનુષ્ય નથી ને તેનાઆ બાણ તે નથી. તો પછી માયા-નાટકની રંગભૂમિ ઉપર સાક્ષી-સ્વરૂપપોતે રમો કે ન રમો – તે બે સરખી જ વસ્તુ છે.