પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦

સ્વાર્થજાળમાં અને વક્રરાજનીતિમાં ડુબી અમારાં દુર્ભાગ્યના જવાળામુખી ઉઘાડતા જુવો છો તેમાં અમે દૂરથી અમારી આશાના, ન્યાયના, અને અમારા ઉચ્ચગ્રાહની ગંગાઓનાં મૂળ જોઈએ છીએ. ખરી વાત છે કે અમે તેમના શિષ્ય હોઈ તેમની પાછળ ચાલીશું. તેમની સાથે ચાલી શકવાને અમારે ઘણો કાળ થશે. અમને રાજનીતિ શીખવતાં એ ગુરુઓ ગુપ્ત ગુરુભાગ પોતાની પાસે રાખશે અને અમને બધી કળાના પ્રવીણ થવા નહી દે. અમને સ્વતંત્ર વિકાસ પામવા દેવામાં એમનો અનુદાત્ત ભાગ અંતરાય નાંખશે અને અમારા રાજાઓમાંના અબુદ્ધ ભાગ પાછળ પડશે. પણ જન્મ પામેલા સત્પ્રવાહ અંતે વધે છે; નાશ પામવાના નથી. અને અમારાં ને તેમનાં કર્તવ્ય છે તે એ લોકનો શિષ્ટ ભાગ આનંદથી સ્વીકારે છે*[૧] અને તે લોકની સંખ્યા અંતે વધશે. અમારી વૃદ્ધિ તેઓ પિતાની પેઠે ઈચ્છે છે, વૃદ્ધિ પામતાં અમને પડતાં કષ્ટ દેખી માતા જેવી અમારી રંક બુદ્ધિ અમારા ઉપર દયા આણી કષ્ટ દૂર રાખવાના માર્ગ બતાવતાં એ કષ્ટના અમૃતફળથી દૂર રાખે


  1. *“They (the Native States) form so many centres where the Sikh, the Mahomedan, the Maratha, and the Dravidian can each bring out to the best advantage whatever may be peculiar in his national character and national institutions, under the generalising influence of English principles and English civilisation. Their opportunities for this lie essentially in the future.” . . . “ It is to be hoped that in the course of time there will be cemented between the paramount power and its fendatories a confidence and affection such as can be born only of a complete comprehension of the native modes of thought on the one side, and an appreciation of the great moral ends aimed at by modern civilization on the other. An understanding of that description would be the certain prelude to the grounding of a system compared to which that even of Akbar, was 'the baseless fabric of a vision.' When not only the higher governing classes - who already appreciate the truth - but the great mass of Englishmen employed in India shall have schooled themselves to believe that real predominance consists alone, not in belonging to a mis-called dominant race, but in predominance in learning, in ability, in the higher mental qualities and moral powers of a man, irrespective of his colour, his nationality, and his creed ; when, too, the native shall have completely learned, as he is fast learning, that to take part in the affairs of the present age it will be necessary to abandon prejudices which restrict his progress, then only we may feel that India is entering up a path which will tend to her advancement in greatness and open out careers for her sons.”– Col, G. R. Malleson’s Native States of India.