પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૭


પણ જાણતી નથી. મ્હારો વૈદ્ય શોધી ક્‌હાડે કે તમે જ ઔષધ કરો – મને કાંઈ સમજાતું નથી.

કુમુદ૦– એ ચિકિત્સા ને ઐાષધ સુન્દરગિરિના સાધુજનોને મન સહજ છે ને તેમનો અભિપ્રાય પણ હું લઈશ.

એક બીજાને ગળે હાથ મુકી બે બ્હેનો તમ્બુની દોરીયો વચ્ચે ને દોરીયોબ્હાર ફરતી ફરતી વાત કરી રહી એટલામાં તો પાછલો પ્રહર થઈ ર્‌હેવા આવ્યો, સૂર્ય નમવા લાગ્યો, અને બે જણીયો છુટી પડી, કુમુદ જે માર્ગેથી આવી હતી તે માર્ગ ઉપર દૃષ્ટિ કરી, વાત બંધ કરી. અાશપાશનો દેખાવ જોતી, ઉભી રહી ત્યાં તંબુમાં કાંઈક શબ્દ થયો. બે જણીયો તંબુમાં પાછી ફરી તો એક ચન્દ્રાવલી ઉભેલી હતી.પ્રકરણ ૫૧.
સમાવર્તન.

“What am I to quote, where quotation itself is staggered at my situation ?”-Anonymous.

રસ્વતીચંદ્રને અને ચન્દ્રાકાંતને એક જુદી પર્ણકુટીમાં આ ઉતારો મળ્યો તેમાં તેમણે બાકીનો દિવસ ગાળ્યો. તે દિવસે આવેલા પત્રમાં ચન્દ્રકાન્તને આવેલા ઘણાક પત્રો ભેગા સરસ્વતીચંદ્ર ઉપર પણ પત્રો હતા. તેમાં બુલ્વરસાહેબના, લક્ષ્મીનંદનના, હરિદાસના, ઉદ્ધતલાલના, તરંગાશંકરના, અને બીજાએાના પણ હતા. સરસ્વતીચંદ્ર હવે સર્વનાં મનમાં પ્રકટ થયો અને સર્વ સુન્દરગિરિ ઉપર આવવાના એ પણ નક્કી થયું. છેક સાયંકાળ સુધી બે મિત્રોએ મુંબાઈની અને રત્નનગરીની વાતો કરી અને સાંઝે છ સાત વાગતાં બ્હાર નીકળવાનો વિચાર કરે છે ત્યાં કમાડ ખખડ્યું અને પુછવા જાય છે એટલામાં તો ઉઘાડી એક સાધુ દીવો કરી ગયો ને તેની પાછળ ચંદ્રાવલી આવી.

એને દેખતાં બે જણ ઉભા થયા અને પ્રણામ કર્યા. સર્વ બેઠાં.

ગુણસુંદરી સાથે પોતાને, અને કુસુમ સાથે કુમુદને, થયલી સર્વે વાતે ચન્દ્રાવલીએ કહી બતાવી અને અંતે બોલી: