પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૯

આપ જે ઉત્તમયજ્ઞના અધિકારી છો તે અધિકારની કથાનું ગુરૂજીને સ્વમુખે તેમણે શ્રવણ કરેલું છે; અને મધુરીમૈયાના અભિલાષને ઉત્તમ ગણી એની ભગિનીને આ૫ સ્વીકારો એટલું જ નહી, આપના દુ:ખી પિતાને શાન્ત કરો એટલું જ નહી, પણ એ બે કર્તવ્યને તો આપના મહાયજ્ઞને અંગે સ્વીકારવા જેવાં સાધન ગણી, આપના સાધ્યના સંબંધમાં બીજી પણ ભવ્ય સામગ્રીઓ સંભૃત કરો, અને શ્રીઅલખના લખસ્વરૂપની વિભૂતિઓને સંસારમાં – વસન્તોત્સવના અબીલગુલાલ પેઠે - ઉરાડો, તો એમાં પણ ગુરુજીના આ લધુ મઠનો અપૂર્વ ઉત્કર્ષ જ છે એવું ક્‌હાવ્યું છે.

સર૦– મૈયા, તે મહાત્માઓની મ્હારા ઉપર બહુ કૃપા છે.

ચન્દ્રા૦– “મહાશય ! કલ્યાણાશયની અનન્તતા મ્હેં આપને તે દિવસ વર્ણવી હતી તે હવે આપે સંસારને પ્રત્યક્ષ કરાવવાનો પ્રસંગ સમીપ આવે છે. તે જેઈ વિહારમઠના અધિષ્ઠાતૃપદથી જ્ઞાનભારતીએ ક્‌હાવ્યું છે કે–

[૧]गुणागारे गौरे यशसि परिपूर्णे विलसति
प्रतापोऽकल्यणं दहति तव लक्ष्यस्वतिलक ।
नवैव द्रव्याणीत्यकथयदहो मूढतमधी
श्चतुर्श्चा तेजोऽपि व्यभजत कणादः कथमसौ ॥

“અને વિહારપુરીએ તો એમ જ પુછ્યું છે કે–

[૨]वातं स्थावरयन्नभः पुटकयन्स्रोतस्वती सूत्रयन्
सिन्धुं पल्वलयन्वनं विटपयन्भूमण्डलं लोष्टयन् ।
शैलं सर्षपयन्दिशं च पलयांल्लोकत्रयं क्रोडयन्
हेलारब्धरयो हयस्तव कथंकार गिरा गोचरः ॥

  1. ૧. હે લક્ષ્ય-રૂપના પોતાના તિલક ! ત્હારું ગુણમન્દિર એવું તો ગૌરછે – એ ત્હારું પરિપૂર્ણ યશ એવું તો વિલસી રહ્યું છે - કે ત્હારો પ્રતાપ અકલ્યાણમાત્રને બાળી ભસ્મ કરી નાંખે છે; ગુણોનું અધિષ્ઠાન થયેલું એ અપૂર્વ દ્રવ્ય અને એ પ્રતાપ-તેજ કણાદના ન્યાયમાં ગણાવ્યાં નથી; તે એમૂઢભાં મૂઢ બુદ્ધિવાળા મુનિયો કોણ જાણે શાથી નવ જ દિવ્ય કહ્યાં ને તેજનાપણ માત્ર ચાર જ ભાગ પાડ્યા. (સુભાષિત રત્ન ભાંડાગાર ઉપરથી)
  2. ર. ત્હારો અશ્વ કેવો દોડે છે ? પવનને તે સ્થાવર કરી મુકે છે, આકાશનેપડીયા-દડીયા-જેવું કરી દેછે, નદીને સૂત્ર - તાંતણા – જેવી કરી દે છે, મહાસાગરને ન્હાની તળાવડી જેવો કરી દે છે, આખા વનને એક શાખા જેવું કરીદે છે, ભૂમંડલને માટીના દગડા જેવું કરી દે છે, પર્વતને રાઈના દાણા જેવાકરી દે છે, દિશાને પુલ માત્રા જેવી કરી છે, અને ત્રણે લોકને પોતાની ફાળમાં ભરી લે છે ! રમતમાં જ જેણે એવા વેગ આરંભ્યા છે એવા ત્યારેઅશ્વ વાણીથી શી રીતે વર્ણવી શકાય ? ( સુભાષિતરત્નભાણ્ડાગાર ).