પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪

વધારે પ્રસરશે તેમ તેમ રાજાઓ, વિગ્રહ કાળની આસુરી સંપત્તિઓનો તિરસ્કાર કરી, શાંતિકાળની દૈવી સંપત્તિઓની પૂજા કરશે.”*[૧]

“વીરરાવજી, - હવે યુદ્ધશાસ્ત્રનાં રાજ્યને સ્થાને અર્થશાસ્ત્રનાં રાજ્ય ચાલશે, રાજકીય સત્તાના લોભને સ્થાને વ્યાપારસત્તાનો લોભ ચાલશે, અને ઈંગ્રેજ સરકારનું સામ્રાજ્ય અમારી સાથે અર્થવ્યવહારનો લાભ છોડી અમારી રાજકીય સત્તા ઉપર દૃષ્ટિ કરે એવા વૈશ્યત્વહીન ઈંગ્રેજો નથી. રાષ્ટ્રીયન્યાયની શક્તિ પણ ધીરે ધીરે આ વૈશ્યત્વના તેજમાં લીન થઈ જશે. પ્રવીણદાસ જે યુગને પુરુષાર્થથી ઉત્પન્ન કરવા ઈચ્છે છે તે યુગનો પ્રવાહ મનુષ્યલોકના પ્રારબ્ધયુગે જન્મી ચુક્યો છે, અને એ યુગ ઈંગ્રેજોમાં બેઠો છે તેથી એ લોક દેશી રાજ્યોની સત્તાને નિર્માલ્ય ગણી, છે ત્યાં, રાખશે અને એ રાજ્યોનું વ્યાપાર-મધુ ચુસશે. મનુષ્યાહારી રાક્ષસના હાથમાં સુન્દર સ્ત્રી જતાં તેના માંસભક્ષણના કરતાં તેના શૃંગારભોગ ઉપર વધારે પ્રીતિ કરે છે તેમ ઇંગ્રેજના પંઝામાં ગયલાં દેશી રાજયોનું થશે. ઈંગ્રેજ રાજપુરુષો દેશી રાજાઓને પોતાના પ્રતિસ્પર્ધી નથી ગણતા, પણ ઉભયના સંયોગથી થતા લાભમાં તેમને પોતાના ભાગીયા†[૨] ગણી તેમની સંવૃદ્ધિ ઈચ્છે છે, અને એ રાજ્યોની સત્તા અને પોતાની સત્તાના સંયોગથી તેમના પરસ્પર સ્વાર્થનું પોષણ ઈચ્છે છે.”


  1. *No European power would now think of going to war for winning its neighbour’s colonies, because colonial commerce is now in the main subject only to nominal restrictions and greater benefits than were derived in the last century by each nation from the exclusive commerce of its colonies now lie open to all, in trading system which is adopted by most nations in proportion to their enlightenment. We have thus seen the colonial system fall, and groups of free nations spring up in its place.
    This is the whole history of the new world.
    E. J. Payne

  2. †"The secret of Roman success lay in the policy of separation and division. The secret of British success lies in the fact that one supreme authority was needed to keep the peace, to arbitrate between state and state, and to unite the isolated groups of Hindu, Mahomedan, and Aboriginal societies, under one standard of allegiance and one tie of common interests. The task which a Western nation has undertaken in Far East is ambitious and full of anomalies. Who are the partners in the Empire ? On the one side are nearly five hundred princes and chiefs * * * * *. On the other are a few officers of Government.”
    Lee- Warner's Protected Princes of India