પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૮

કાર્યમાં અંશભાગી થવાનો અને આવા પરોપકારી પુત્રને જોઈ કુતકૃત્યતા માનવાનો અભિલાષ થયો હતો. આ સરવાયું પુરુ તો નીકળ્યું ન હતું પણ અડસટ્ટે લોકમાં માત્ર દશપંદર લાખ ગણાતી મીલકતની ઉપજ જ બે ત્રણ લાખની જણાઈ અને પાંચેક લાખની મીલકત તો ઉપજ વિનાની હતી. તે ઉપરાંત સરસ્વતીચંદ્રની પાસેની મીલકત જુદી અને કુસુમને મળેલાં કન્યાદાન ને મણિરાજના કર્ણભવનમાંથી મળવાનું હતું તે જુદું.

આ ઉપરાંત બ્હારકોટમાં, વાલકેશ્વર, અને મહાલક્ષ્મી આગળ પણ શેઠના બંગલા હતા, તેમાંથી જ્યાં જ્યાં પોતે જાય ત્યાં ત્યાં આઘેની ને પાડોશમાંની સર્વ સ્ત્રીયોને બોલાવી, આકર્ષીં, કુસુમ તેમને વિદ્યા, કળા, અને વિનોદની રસીયણ કરી દેતી હતી. સરસ્વતીચંદ્રને માટે વાલકેશ્વરનો બંગલો રાખેલો હતો અને તેના શૃંગારની યોજના કરવામાં ગુમાન પોતાનો બધો કાળ ગાળતી. ભાઈને આ જોઈશું ને વહુને આ દીપશે – આ ચિંતામાં ગુમાન ઝવેરીયોને ત્યાં અને કાપડીયાઓ ને ત્યાં આથડતી, વાલકેશ્વરના બંગલાના ખંડે ખંડમાં ફરી વળતી, અને તેની સામગ્રીમાં દેશી સ્ત્રીયો, પારસી “બાનુઓ ” અને ઈંગ્રેજ મડમોના બંગલા અને તેના ખંડો જોઈ જોઈ રોજ રોજ નવા ફેરફાર કરાવતી, ગુમાન, અદેખી અપરમાતા મટી, વહુઘેલી સગી માતાની પેઠે, હવેરી હવેરી ફરતી અને આવી અનેક મડમોને અને દેશી હીંદુ સ્ત્રીયોને પુછી કુસુમના ને એના ગૃહના શૃંગાર વધારતી. કુસુમને પગલે લક્ષ્મીનંદનના મંદિરમાં આનંદની અહોનિશ વૃષ્ટિ થઈ રહી ને ધનાઢ્ય શેઠની વૃદ્ધાવસ્થામાં ઉધોગ, સુખ, અને શાંતિની વ્યવસ્થા દેખી હરિદાસ પણ પોતાની સેવા સફલ થઈ માનતો.

એ સર્વ સુખમાં લક્ષ્મીનંદનને માત્ર એક બે વાતનો ઉંડો અસંતોષ હતો. જે ખંડમાં સરસ્વતીચંદ્રે કુમુદસુંદરીની મ્હોટી છબી રાખી હતી તે ખંડમાં એ છબી આગળ કન્થા પ્હેરી ઉભો ર્‌હેતો અને ક્વચિત અશ્રુપાત કરતો એને લક્ષ્મીનંદને દીઠેલો હતો. તેમ કેટલીક વાર તે કુસુમની પાસે પણ કન્થા પ્હેરીને ફરતો. વળી થોડા દિવસ થયાં તો કુસુમને માટે પણ કન્થા કરાવી હતી ને કુમુદસુંદરીની કંથા પ્હેરેલી એક મ્હોટી છબી ક્‌હડાવી, વરકન્યા સજોડે ભગવી કંથા પ્હેરી આ છબી પાસે ઉભાં રહીને પગે લાગતાં હતાં ને એક વેળા તો પાદરી લોકની પેઠે ઘુંટણે પડી હાથ જોડી આ છબી પાસે કંઈ ભાષણ કરતાં હતાં એવું નેાકરોએ