પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫૧

એટલે ગુમાન એને તેડવા ઉપર આવી, અને દૂરથી આ દેખાવ જોઈ પગ અટકાવી આનંદના ઉમળકાથી જોઈ રહી, અંતે કુસુમને બેલાવવાનું ભુલી શેઠની ચિંતા દૂર કરનાર આ દેખાવની વધામણી ખાવા દોડી ગઈ, ને દોડતાં દોડતાં પડતી પડતી રહી જઈ શેઠ પાસે પ્હોચી ગઈ .બધાં બેઠાં હતાં એટલે શેઠના કાનમાં જ ઉતાવળું ઉતાવળું કંઈક અમૃતવચન કહી દીધું.

કુમુદે સુન્દરગિરિ છોડ્યા પછી પણ ભગવી કંથા મુકી ન હતી. તે પ્હેરીને, અત્યારે કુસુમ એકલી હશે જાણી, એને ખોળતી ખોળતી એ ઉપર આવી અને કુસુમના દ્વાર આગળ આવી ઉભી. પોતાના સ્વાર્પણનું – પોતાની પૂર્ણાહુતિનું – પુણ્યફલ દેખી અંજાઈ ગઈ હોય એમ પ્રતિમા પેઠે સ્તબ્ધ થઈ એક કમાડમાં લપાઈ રહી ઉભી જ રહી.

ઘેલી કુસુમ હજી સુધી આરતી લેઈ મલકાતી મલકાતી પતિમુખને ન્યાળી રહી હતી તે અચિન્તી કાંઈ ઊર્મિ ઉઠવાથી – એ ઊર્મિના અસહ્ય વેગના હેલારાથી – દેવની આરતી વડે જ પતિદેવતાની આરતી ઉતારવા મંડી ગઈ. પતિના મિત્રો અને આશ્રિતેની ચારે દિશાઓમાં નીચે તરવરતી દીઠેલી મ્હોટી સંખ્યાને સ્મરતી સ્મરતી, તેના આધારભૂત પોતાના પતિના ગર્વથી ફુલતી ઝુલતી, આરતી ઉતારતી ઉતારતી ગાવા લાગી:

જાગો, કન્થા...ધા...રી !
હવે મ્હારા જાગો કન્થા...ધા ...રી !

વળી આરતીનો વેગ વધારતી વધારતી ગાતી ગઈ, ને શ્રીકૃષ્ણને કરવાનું સંબોધન પતિને જ સંબોધી, તેમાંની ત્રીજી પંક્તિ ગાતાં તે આરતીવાળો હાથ, બારી ભણી કાંઈ બતાવતી હોય તેમ, લંબાવ્યોઃ

जयति ते ऽधिकं जन्मना जगत्
श्रयत इन्दिरा शश्वदत्र वै ।
दयित दृश्यतां दिक्षु ताववास्
त्वयि धृतासवस्त्वां विचिन्वते॥ [૧]

“विचिन्वते” શબ્દ બોલતા પ્હેલાં તે તેનાથી ર્‌હેવાયું નહીં ને આરતી ફેંકી દઈ પોતે “ઇન્દિરાના – લક્ષ્મીના – શાશ્વત આશ્રય” રૂપ


  1. ૧. ત્હારા જન્મથી જગત અધિક જય પામે છે. ઇન્દિરા એટલે લક્ષ્મીઅંહી જ શાશ્વત આશ્રય પામી વસે છે. હે પ્રિય ! ત્હારામાં જેના જીવ છે.એવાં ત્હારાં આશ્રિત જન બધી દિશાઓમાં તરવરે છે તે જો. (ગાપિકાગીતઉપરથી )