પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬

આગળ વધશે. અમારે ત્યાં તમારા જેવા–ઈંગ્રેજ અને દેશીઓ વચ્ચેના–ન્યાયભેદ નહી રહે, અમારે ત્યાંનું દ્રવ્ય પરદેશમાં નહી જાય; અમારી પ્રજા અમારી સામે સરકાર પાસે અરજીઓ કરે તેમાં અમારે રાજદ્રોહ ગણવાનો પ્રસંગ નથી તેથી અમારી પ્રજાને રાજદ્રોહના ભય નીચે ડબાઈ ર્‌હેવાનું કારણ નથી અને અમારી પ્રજા પોતાના અભિલાષ ખુલે સ્વરે દેખાડશે, અને ગમે તો તમારે દુર્ભાગ્યે સરકારને માથે અંકુશ નથી પણ અમારી પ્રજાને ભાગ્યે અમારે માથે સરકાર અંકુશ છે તેના ભયથી – અમે અમારી પ્રજાને પારકા ધણી પાસે ફરીયાદ કરતી અટકાવવા – જાતે સુધરીશું,અને ગમે તો અમારી પ્રજાના વિચાર - આચારને – પરદેશી ઈંગ્રેજ અતિ પ્રયત્ને પણ ન સમજે ત્યાં - અમારા દેશી રાજપુરુષો સહજ સ્વભાવથી સમજી જશે અને પ્રજાને તૃપ્ત કરશે. જ્યારે અમારી અવસ્થા આ દિશામાં ઉંચી થશે ત્યારે ઈંગ્રેજી પ્રજા અને ઈંગ્રેજ સરકાર અમારા ગૈારવનો સ્વીકાર કરશે અને અમારી સત્તા વધશે એમાં શું કોઈને શક પડતી વાત છે ? અમારી આટલી ઉન્નતિ થશે ત્યારે–નીશાળીઆ ઉપર મ્હેતાજી ઉગામે એવી અમારા ઉપર હાલ સોટી પડે છે તેવી – સોટી અમારા ઉપર ઉગામતાં શું સરકાર વિચાર નહી કરે ? વીલાયતના પ્રજામતના પ્રવાહ અને બળના પ્રતાપથી જ અમારા મ્હેતાજી તે કાળે શરમાઈ જશે અને આ સોટી સંતાડશે, અમારા ઉપર પિતૃભાવથી આજ્ઞા કરનાર સરકાર તે કાળે प्राप्ते पोडषमे वर्षे पुत्रं मित्रमिवाचरेत् નો ધારો શું અમારી સાથે નહીં પાળે? તે કાળે અમારા અભિપ્રાયને, સરકાર અમારી બુદ્ધિનો સત્કાર કરીને, સ્વીકારશે, અને અમારા ન્યાયાધીશનું પદ ધારતાં શરમાશે. અમારી સાથે આવો સમભાવ થયા પછી હીંદી રાજાઓનું અને સરકારનું ઐકય ઉગ્ર થશે અને યુનાઈટેડ સ્ટેટ્સનાં સંસ્થાન પરસ્પર અભિપ્રાયના સરવાળાની આજ્ઞાનું ધારણ કરે છે તેવું જ હીંદુસ્થાનમાં થાય તો તેમાં કાંઈ અશકય નથી. રાજાઓ પોતાની પ્રજાની ઉન્નતિ કરવા જેટલો સ્વાર્થ સમજશે ત્યાં પોતાની પણ ઉન્નતિ કરશે. તેમની ઉન્નતિ થઈ એટલે ઈંગ્રેજ લોકનાં હૃદયમાં તેનું સન્માન - તેમના સહજ સ્વભાવને બળે – ઉદય પામશે."

“The maturity of our own moral and intellectual altitude, whenever we reach it in the distant future, will not fail to command respect and love in the highest circles among Englishmen, if English in-