પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬

ચંદ્ર૦ – “વીરરાવ, પ્રધાનજીએ તમારી પોતાની ભાષામાં વાત કરવા માંડી એટલે તમે વહેલી સમજશો.”

વિદ્યા૦ – “ચાલો ત્યારે મ્હારી ભાષામાં બોલું. વીરરાવ, આ દેશને માથેના આવા અનેક પ્રતીકારક વ્યાપારોમાં અમારે માથે સેનાધિપતિ જોઈએ તો તે કદાચિત્ ઈંગ્રેજ જેવા બીજા મળશે એમ તમે k`હેશો. પણ અમારે ઘણાક ઉદ્‍ભાવક વ્યાપારોમાં પણ પડવાનું છે અને તેમાં આ ચક્રવર્તી જેવો ઉદાર દક્ષ નાયક અમારી કંપનીને અન્યત્ર મળવાનો નથી. અમારી પોતાની રાજ-સંપત્તિઓના તેમ ઈંગ્રેજની રાજ-સંપત્તિઓના ઉદ્‍ભાવક પ્રવાહો ગંગાયમુના પેઠે એકઠા થાય છે તેમ બીજા કોઈ મહારાજ્યમાં થતા નથી. કાં અમારા, કાં તમારા, ઉદ્‍ભાવક પ્રવાહો ઈંગ્રેજી રાજ્યમાં જેવી સ્વતંત્ર વૃદ્ધિ પામે તેવી યુનાઈટેડ સ્ટેટ્સના પ્રજાસત્તાક મહારાજ્યમાં પામે તેમ નથી તો બીજા મહારાજ્યોની તો કથા જ પડતી મુકવી. એ રાજ્યો એકલી પોતાની મૂળ પ્રજાનું હિત ઈચ્છે છે; ઈંગ્રેજ લોક આ હિતને ભુલી શકતા નથી, પણ અનેક રાજ્યો અને અનેક પ્રજાઓની કુળદેવી જેવી ઈંગ્લાંડની પ્રજાને પોતાનાં બાળક ભેગાં પારકાં બાળકોને ઉછેરતાં અને પાળી પોષી મ્હોટાં કરતાં આવડે છે. એવાં ઉદાર પોષણની અનુભવી પ્રજાના ઉદ્‍ભાવક વ્યાપાર અને તમારા ઉદ્‍ભાવક વ્યાપાર સંગમ પામી શકે છે તેમ જ અમારી પ્રજાઓના ઉદ્‍ભાવક વ્યાપારને વિકાસ આપવાને અમારે શિર એ જ દિશામાંથી ડબાણ થાય છે અને થશે, અને અમારી પ્રજાઓનો બાગ વધારતાં, વિકસાવતાં અમે શીખીશું એ અમારા ઉદ્‍ભાવક ધર્મની પ્રથમ સૃષ્ટિ અમારી પાસે ખડી થશે. એ અમારી મુખ્ય અને ઉત્તમ આશા અને માઈસોરના રાજ્યના જેવાં, અને એથી પણ શ્રેષ્ઠ બંધારણ ઘણા રજવાડાઓ સ્વીકારી શકશે ત્યારે આ આશાવૃક્ષને મ્હોર આવશે.”

“જો એ આશા સાચી પડવાથી ઈંગ્લાંડનાં પ્રજાસત્તાક સંસ્થાનોના પ્રમુખો જેવા અમારા રાજાઓ થઈ જશે તો આ ઉત્તમ આશાના શિખર ભાગને અમે પ્હોંચીશું. આ કર્તવ્યમાં માત્ર અમારી પોતાની પ્રજા ઉપર જ અધિકાર વાપરવાનો છે અને તેના ઉપર જ અમારી ઉદારતા અને દક્ષતા ઢોળવાની છે, એટલે ઈંગ્રેજ સરકાર તેમાં સાહાય્ય આપશે, ઉત્સાહ આપશે, કળાઓ શીખવશે, અને વચ્ચે પડવાનો લોભ નહીં રાખે. જો અમારી પ્રજાની એ દશા થશે તો સામ્રાજ્યના સામાન્ય લાભના વ્યાપારોમાં પણ અમારી એ પ્રજાની ઈચ્છાઓનો અતિક્રમ કરી પોતાની