પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
ખેડા સત્યાગ્રયહ – ૧


“તમારી ગણતરી મુજબ એક ખેતરમાં ખરીફ પાક બિલકુલ નિષ્ફળ ગયો હોય અને તે જ ખેતરમાં પાછળથી રવી પાક કર્યો હોય તે દસ આની ઊતર્યો હોય તો તમે ૦+૧૦/ = ૫ આની ગણો છો. એ હિસાબે ખેડૂત જમીન-મહેસૂલની અર્ધી રકમ મુલતવી રાખવાનો હક કરતો આવે. પણ આમ ગણતરી ન થાય. એક જ જમીનમાંથી બીજો પાક લેવામાં આવે તો આનાવરી કાઢવા માટે બે પાકની આનીના સરવાળાને એ ભાગીને આનાવારી મૂકવી જોઈએ નહીંં. (પણ એના સરવાળા જેટલી આનાવારી ગણવી જોઈએ) કેમ કે બીજા પાકથી જે વિશેષ લાભ થાય છે, તે બદલ કોઈ વિશેષ જમીન-મહેસૂલ લેવામાં આવતું નથી. ખરીફ કરતાં રવી પાક વધારે કીમતી હોય છે. તેની પાછળ ખર્ચ પણ ઓછું થાય છે. બળદ, ઓજાર કે નીંદામણ પાછળ કાંઈ ખર્ચ કરવાનું હોતું નથી. બીજું જમીનમહેસૂલ ભરવાનું પણ હોતું નથી. બી અને સહેજસાજ પરચૂરણ ખર્ચ થાય. એટલે જેટલો બીજો પાક થાય એટલો તેને નફો જ રહે.
“(વળી તમે કરી છે તેવી) ખેતરવાર ગણતરી કરવાની રીત પણ ભૂલભરેલી છે. દરેક ખેડૂતના પાકની સ્થિતિ તપાસવી અને ગણતરી કાઢવી એ અશક્ય છે. આખા ગામની એકંદર સ્થિતિની ગણતરીનોને ખ્યાલ રાખવો જોઈએ.
"વળી મારે જણાવવું જોઈએ કે સાધારણ રીતે આ જિલ્લામાં રવી પાક જૂજ પ્રમાણમાં કરવામાં આવે છે પણ આ વર્ષે રવી પાક વધારે થવા સંભવ છે. અતિશય વરસાદથી ખરીફ પાકને કેટલુંક નુકસાન થયું છે તેની નુકસાની આપણે ગણીએ તો અતિશય વરસાદને કારણે રવી પાકનો જે લાભ થયો છે તે લાભની બાજુ પણ જોવી ઘટે.”

આ કાગળમાં એક જ ખેતરમાં બે પાક લેવામાં આવે તેની બેવડી આનાવારી ગણવી જોઈએ એવી દલીલ કરી છે, જેટલો બીજો પાક થાય તેટલો ખેડૂતને નફો જ રહે એવો હિસાબ ગણ્યો છે અને ખેડૂત બે પાક લે છતાં સરકાર બેવડું મહેસૂલ નથી લેતી એ જાણે એ મહેરબાની કરે છે એ એવો ભાવ છે. વળી રવી પાકને અનેક રોગ લાગ્યા હતા અને તેમાં ઉંદર પડ્યા હતા તે વાત તે ઉડાવી જ દેવામાં આવી છે. એ બધું જોતાં સરકાર રૈયતનાં માબાપ હોવાનો દાવો કરતી હતી તે કેટલો પોકળ હતો તે વિષે વધારે દલીલ કરવાની જરૂર રહેતી નથી. સત્યાગ્રહની લડત શરૂ થયા પછી કેવા સંજોગોમાં અને શા કારણે લડત શરૂ કરવી પડી તે વિષે ગાંધીજીએ છાપાં જોગું એક નિવેદન બહાર પાડ્યું. તેમાં વડથલનો દાખલો ટાંકીને તેમણે લખ્યું કે, “મારા ધારવા મુજબ વડથલના પાક વિષેની કલેક્ટરની લાંબી નોંધનું મેં આબાદ ખંડન કર્યુંં છે. . . . વળી કલેક્ટર કહે છે તેવી પાકની આનાવારી ગણવાની તદ્દન ભૂલભરેલી પદ્ધતિ ચલાવી લઈએ તોપણ તે હિસાબે આ ગામોનો પાક (કલેક્ટર કહે છે