પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર આગળ મોટો પ્રશ્ન હતો. અમદાવાદમાં સરકારની કોઈ શાળા નહતી. એટલે એ ગભરાયો. કેળવણી ખાતાના ડાયરેક્ટરની સલાહ લઈને તેણે જણાવ્યું કે, શિક્ષકોને હાલ તુરત પાછા નહીં લઈ શકાય. જવાબમાં મ્યુનિસિપાલિટીએ જણાવ્યું કે, હવે જો શિક્ષકોની માગણી કરશો તો અમારી સગવડે છૂટા કરી શકાશે. પરંતુ એક જ મહિના પછી તા. ૧૬-૨-’૩૧ના રોજ ડી. પી. આઈ.એ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને કાગળ લખીને જણાવ્યું કે, “અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્કૂલ્સ કમિટી કાયદાની વિરુદ્ધ થઈને કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટરને પરીક્ષા નથી લેવા દેતી તથા નિરીક્ષણ નથી કરવા દેતી તેથી મ્યુનિસિપાલિટીની નોકરીમાં અત્યારે કામ કરતા શિક્ષકો, જેમની નિયમ પ્રમાણે સરકારી અથવા તો લોકલબૉર્ડની સ્કૂલમાં બદલી કરી શકાય એમ છે તેમને મ્યુનિસિપલ શાળાઓમાં રહેવા દેવાનું શક્ય નથી. માટે આવા શિક્ષકને તમે સીધું જણાવી દેશો કે તેઓ અમદાવાદ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર આગળ હાજર થાય. મ્યુનિસિપલ પ્રમુખને પણ જણાવશો કે મ્યુનિસિપલ પ્રાયમરી શાળાઓમાં કામ કરતા તમામ શિક્ષકોને ખબર આપો કે મ્યુનિસિપલ પ્રમુખને આ કાગળ મળેથી દસ દિવસની અંદર ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સમક્ષ હાજર થવામાં જે શિક્ષકો ચૂક કરશે તેઓ સરકારમાંથી પેન્શન મેળવવાનો હક ખોઈ બેસશે અને સરકાર તરફથી ચાલતી, મદદ મેળવતી અથવા માન્ય થયેલી કોઈ પણ શાળામાં કદી પણ નોકરીને માટે લાયક ગણવામાં આવશે નહીં.” શિક્ષકને પોતે કામ આપી શકશે નહીં એમ જાણવા છતાં મ્યુનિસિપાલિટીને નમાવવા અને ધમકીથી શિક્ષકોને પાછા લેવા માટે આ લખાણ કરવામાં આવ્યું હતું.

આ કાગળ એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરફથી મ્યુનિસિપલ પ્રમુખને અને મ્યુનિસિપલ પ્રમુખ તરફથી સ્કૂલ્સ કમિટીના ચેરમૅનને પહોંચાડવામાં આવ્યો. સ્કૂલ્સ કમિટીએ તો એક સર્ક્યુલર કાઢીને પગાર પેશનનો પૂરેપૂરો સધિયારો બધા શિક્ષકોને આપ્યો હતો અને જેમને ડર લાગતો હોય તેમને વેળાસર ચાલ્યા જવાની ચેતવણી પણ આપી હતી. છતાં આ કાગળ મળ્યો એટલે સર્ક્યુલર કાઢી તમામ શિક્ષકોને ખબર આપી કે :

"અમદાવાદ મ્યુનિસિપાલિટીની જનરલ બોર્ડની મીટિંગે ગઈ તા. ૧૭-૮-’૨૧ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષકોને સિવિલ સર્વિસ રેગ્યુલેશનના નિયમ મુજબ પેન્શન આપવાનો અને તેમના પગારનો દર સરકારનું કેળવણી ખાતું વખતોવખત મુકરર કરે તેનાથી ઓછો નહીં રાખવાનો ઠરાવ પસાર કર્યો છે.
“છતાં જે શિક્ષકો એ મ્યુનિસિપાલિટીની નોકરીમાં રહેવા ખુશી બતાવી છે તેમાંના કોઈનો પણ વિચાર ફર્યો હોય અને તેમને લોકલબૉર્ડની નોકરીમાં જવાની ઇચ્છા થઈ હોય તો તેમણે તે બાબતની લેખી ખબર