પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર

કારાગૃહમાં પડેલા છે તે વખતે આપણાં બાળકોની કેળવણી થોડા દિવસ મોકૂફ રહે છે તેથી આપણે કાંઈ ગુમાવવાનું નથી. પ્રજામતની પરીક્ષાનો આ સમય છે. અને તેનો સચોટ જવાબ અમદાવાદની પ્રજા આપશે એવી અમારી ઉમેદ છે.”

તા. ૧૯-૧ર-’ર૧ના રોજ સ્કૂલ્સ કમિટિએ ઠરાવ કર્યો કે,

“ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની ૫૪ કલમમાં દર્શાવેલી ફરજો અમે બરાબર બજવતા રહેલા હોઈ સદરહુ ઍક્ટની કલમ ૧૭૮માં જણાવી છે એવી કોઈ કસૂર અમોએ કરી નથી. તેથી કમિશનરનો હુકમ ગેરકાયદે છે. અમારો એ દૃઢ અભિપ્રાય છે કે મ્યુનિસિપલ પ્રમુખે સ્કૂલ્સ કમિટી અથવા તો ચૅરમેનને પૂછ્યા વિના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને શાળાઓનો વહીવટ સોંપવો જોઈતો ન હતો. વળી આ કમિટી જનરલ બોર્ડને વિનંતી કરે છે કે કમિશનરના હુકમ પ્રમાણે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સપેકટરને રૂ. ૭૨,૦૦૦ની ૨કમ સોંપવી નહીં.”

મ્યુનિસિપલ પ્રમુખે ઠરાવ્યા પ્રમાણે તા. ૨૩-૧૨-’૨૧ના રોજ જનરલ બોર્ડની મીટિંગ થઈ. તેમાં દી○ બ○ હરિલાલભાઈ ઠરાવ લાવ્યા કે,

"એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને તો માત્ર પરીક્ષા લેવાનો અને નિરીક્ષણ કરવાનો અધિકાર છે અને સ્કૂલ્સ કમિટીની કાંઈ કસૂર હોય તો એટલો જ છે કે તેણે એ કરવા ન દીધું. તે સુધારી લેવા કમિશનર વચ્ચે પડી શકે. પણ તેથી સ્કૂલ્સ કમિટી પેાતાની સત્તાઓથી વંચિત થતી નથી. વળી પરીક્ષાઓ તથા નિરીક્ષણ માટે અત્યાર સુધી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરે મ્યુનિસિપાલિટી માટે કાંઈ ખર્ચ લેવાનો શિરસ્તો નથી. માટે રૂા. ૭૨,૦૦૦ની રકમ તેને આપવાની જરૂર નથી ”

આ વખતે અમદાવાદમાં કૉંગ્રેસ ભરાવાની હતી, તેની તડામાર તૈયારીઓ ચાલતી હતી. તેમાં બધા રોકાયેલા હતા અને કાયદાની આંટીઘૂંટીઓની ચર્ચા કરવાની કોઈને ફુરસદ નહોતી. એટલે સરદારે દરખાસ્ત મૂકી કે આ મીટિંગ તા. ૬-૧-’૨૨ સુધી મુલતવી રાખવામાં આવે. એ દરખાસ્ત પસાર થઈ ગઈ.

દરમિયાન, સ્કૂલ્સ કમિટીના સર્ક્યુલરથી શાળાઓ એક માસ માટે બંધ થયેલી હતી તે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરે પોતાના કેટલાક શિક્ષક મારફત ઉઘાડવાનો અને તેનો વહીવટ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો. પણ શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજર થયા નહીં. બીજી તરફથી કમિશનરની નાણાંની માગણી ઉપર વિચાર કરી જનરલ બોર્ડ ઠરાવ કરે અને મ્યુનિસિપાલિટી તરફથી જવાબ આપવામાં આવે તે પહેલાં, પોતે ઠરાવેલી મુદત પૂરી થતાં, મ્યુનિસિપાલિટીને ખબર આપ્યા સિવાય ઈમ્પીરિયલ બેંકના મ્યુનિસિપાલિટીના ખાતામાંથી રૂા. ૭૨,૦૦૦ કમિશનરે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સપેક્ટરને નામે ચઢાવરાવી દીધા. આ