પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
મ્યુનિસિપાલિટીની બરતરફી પછી


આમ શાળાઓનું પ્રકરણ ઊકલી ગયું પણ સરકારે એ સહેલાઈથી ઊકલવા દીધું નહોતું મ્યુનિસિપાલિટીની બરતરફી પછી તુરત આ શાળાઓ ચલાવવામાં તા. ૧-૩-’૨૧, જ્યારથી મ્યુનિસિપાલિટીએ કેળવણીખાતાને પરીક્ષાઓ ન લેવા દેવાનો તથા નિરીક્ષણ ન કરવા દેવાનો ઠરાવ પસાર કર્યો ત્યારથી તે ૧૭–૧૨–’૨૧ સુધી જ્યારે કમિશનરના હુકમથી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્પેક્ટરે સ્કૂલ્સ કમિટીની ઑફિસનો કબજો લીધો, ત્યાં સુધીમાં થયેલા ખર્ચના ૧,૬૮,૬૦૦ રૂપિયા મ્યુનિસિપાલિટીના ઓગણીસ કાઉનિસલરો જેમણે આવા ઠરાવો કરવામાં ભાગ લીધો હતો, તેમની પાસેથી વસૂલ કરવા તેમના ઉપર સરકારે અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કૉર્ટમાં દાવો માંડ્યો. સરકારી વકીલની મુખ્ય દલીલએ હતી કે એક્ટની કલમ ૫૮ મુજબ ઘડેલા નિયમ ૨ તથા ૩નો તથા ‘વર્નાક્યુલર માસ્ટર્સ કોડ’ (ગુજરાતી શિક્ષકો માટેમો ધારો) ના નિયમ ૭ નો મ્યુનિસિપાલિટીએ ભંગ કર્યો હોવાથી તેણે શાળાઓ કાયદા મુજબ ચલાવી નથી અને તેથી કાયદાને બાજુએ રાખી નિશાળો ચલાવવામાં જે ખર્ચ થયું છે તે મ્યુનિસિપલ નાણાનો ગેરઉપયોગ (misapplication) છે, જેને માટે ઓગણીસ કાઉન્સિલર દરેક એકામતે એકાજુથે જવાબદાર છે. સરકાર તરફથી કેસ સરકારી વકીલ રા. બ. ગિરધરલાલ પારેખે ચલાવ્યો હતો. પ્રતિવાદીઓ તરફથી જુદા જુદા વકીલો રોકાયેલા હતા. જોકે સરદાર, બલુભાઈ, દાદાસાહેબ માવળંકર, ડૉ. કાનુગા, કુષ્ણુલાલ દેસાઈ તથા કાળિદાસ ઝવેરી-એટલાએ કોઈને વકીલ કર્યા નહોતા. પણ બધા જ પ્રતિવાદીઓ તરફથી દી. બ. હરિલાલભાઈ એ દાવાનું કામ ચલાવ્યું હતું અને શ્રી દાદાસાહેબ તેમની મદદમાં હતા. હકીકતો વિષે તો કશો મતભેદ હતો જ નહીં.

સરકારી અંકુશ ફગાવી દઈ ચલાવેલી નિશાળો અંગે થયેલા ખર્ચને મ્યુનિસિપલ નાણાંનો ગેરઉપયોગ કહી શકાય કે કેમ અને તે નાણાં માટે પ્રતિવાદીઓને જવાબદાર ગણી શકાય કે કેમ એટલા જ કાનૂની સવાલનો જજને નિર્ણય કરવાનો હતો.

કેસમાં સ્કૂલ્સ કમિટીના સેક્રેટરી શ્રી પ્રાણલાલ દેસાઈની એકલાની જ જુબાની લેવાઈ અને તે પણ વાદી તરફથી. મ્યુનિસિપલ ઍક્ટ મુજબ ઘડવામાં આવેલા નિયમ નંબર ૨ માં અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષકોના પગાર વિષેની બાબત છે તથા ગુજરાતી શિક્ષકો માટેના ધારાની સાતમી કલમમાં મુલાકાતીઓને આવવા દેવા અને તેમની મુલાકાતની નોંધ રાખવી એ બાબતો છે. શ્રી પ્રાણલાલ દેસાઈએ પોતાની જુબાનીમાં કહ્યું કે, દાવાના સમય દરમિયાન શાળાઓની વ્યવસ્થાના ધોરણમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. અભ્યાસક્રમ તથા પાઠયપુસ્તકો જે પહેલાં ચાલતાં હતાં તે જ ચાલુ રાખવામાં