પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત


બોર્ડ ત્રીસ સભ્યોનું હતું તેને બદલે નવું બોર્ડ પચાસ સભ્યોનું થયું, જેમાં ચાળીસ પ્રજા તરફથી ચૂંટાયેલા અને દસ સરકાર તરફથી નીમવામાં આવેલા સભ્યો હતા. ચૂંટણી થઈ તે વખતે અસહકારની ચળવળ દેશમાં પૂરજોસમાં ચાલતી હતી. નડિયાદ તથા અમદાવાદ મ્યુનિસિપાલિટીઓએ પોતાની પ્રાથમિક શાળાઓની બાબતમાં અસહકાર શરૂ પણ કરી દીધો હતો. એટલે મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને શાળાઓ મારફત અસહકાર કરવાની વાત ચૂંટણીના એક મુખ્ય મુદ્દા તરીકે કર ભરનારા મતદારો સામે સ્પષ્ટ રીતે રાખવામાં આવી હતી અને એ મુદ્દા ઉપર જ પ્રજાકીય ચાળીસ સભ્યો પૈકીના મોટા ભાગના સભ્યો ચૂંટાયા હતા. તેમાં દયાળજીભાઈ, કલ્યાણજીભાઈ, ડૉ. ઘિયા, એ મુખ્ય હતા. મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે શ્રી. મોહનનાથ કેદારનાથ દીક્ષિત ચૂંટાયા.

આ નવા બોર્ડે તા. ૪–૭–’૨૧ના રોજ શ્રી દયાળજીભાઈની દરખાસ્તથી નીચેનો ઠરાવ પસાર કર્યો :

“સુરત મ્યુનિસિપાલિટી એવો ઠરાવ કરે છે કે નાગપુર મુકામે મળેલી રાષ્ટ્રીય કૉંગ્રેસના આદેશને માન આપવા ખાતર અને બાળકો અને બાળાઓની કેળવણી સ્વરાજપ્રાપ્તિને સારુ અનુકૂળ કરવા ખાતર મ્યુનિસિપાલિટીની શાળાઓને સરકારના અંકુશથી મુક્ત કરવી અને સરકાર તરફથી કેળવણી ખાતે જે મદદ મળે છે તેનો ઇન્કાર કરવો.
“આ ઠરાવની નકલ સરકારની જાણ સારુ ઘટતી જગ્યાએ મોકલી આપવી.”

બીજે જ દિવસે મ્યુનિસિપલ શાળા સમિતિ (સ્કૂલ બોર્ડ)એ ઠરાવ કરીને સુરત વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને ખબર આપી કે મ્યુનિસિપલ શાળાઓનું ઈન્સ્પેક્શન કરવાની આપે તસ્દી લેવી નહીં.

પછી મ્યુનિસિપાલિટી કેટલા શિક્ષકોને રાખવા ઈચ્છે છે તેની તપાસ કરી જે મ્યુનિસિપાલિટીના નોકર તરીકે મ્યુનિસિપલ શાળાઓમાં રહેશે તે પેન્શન વગેરેના હકો ખોઈ બેસશે એવી શિક્ષકોને કેળવણી ખાતા તરફથી ચેતવણી મળી. સરકારે પોતાને ખર્ચે જુદી શાળાઓ કાઢી અને મ્યુનિસિપલ શાળાઓ તોડવાના પ્રયત્નો કર્યા, વગેરે વિધિ નડિયાદ અને અમદાવાદ મ્યુનિસિપાલિટીઓની માફક અહીં પણ થયા. કુલ ૩૪૬ શિક્ષકમાંથી ર૭ર શિક્ષકો સરકારી નોકરીમાં પાછા ફર્યા.

કલેક્ટરે તા. ૨૧–૭–’૨૧ના રોજ કાગળ લખીને મ્યુનિસિપલ ઠરાવની નકલ મુંબઈ સરકારને મોકલી આપી અને પુછાવ્યું કે, મને મ્યુનિસિપલ ઠરાવ કાયદા વિરુદ્ધ લાગે છે માટે મારે તે રદ્દ કરવો કે કેમ તે બાબત મને સૂચના આપો. આ કાગળ ઉત્તર વિભાગના કમિશનર મારફત સરકારને દસેક દિવસે