પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
૨૧૪
સરદાર વલ્લભભાઈ


પહોંચ્યો હશે. સરકારે એમના કાયદાનિષ્ણાત (રીમેમ્બ્રન્સર ઑફ લિગલ અફૅર્સ)નો અભિપ્રાય પુછાવ્યો, તે તા. ૮–૯–’૨૧ના રોજ એમણે નીચે પ્રમાણે આપ્યો :

“શાળાઓની વ્યવસ્થા, અંકુશ અને વહીવટની બાબતમાં મ્યુનિસિપાલિટીના અધિકારને મર્યાદામાં રાખવાની સત્તા ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૫૮ મુજબ ગવર્નર–ઇન–કાઉન્સિલને છે, અને તે માટે આ કલમની રૂએ નિયમ ઘડવામાં આવેલા છે. એટલે એ સ્પષ્ટ છે કે એ નિયમોનું પાલન કરવા મ્યુનિસિપાલિટી બંધાયેલી છે. જો મ્યુનિસિપાલિટી એ નિયમોનો ભંગ કરે તો કાયદા મુજબ તેના ઉપર નાખવામાં આવેલી ફરજો બજાવવામાં તેણે ચૂક કરેલી ગણાય, તેથી ઠરાવેલી મુદ્દતની અંદર પોતાની ફરજ તે ન બજાવવા માંડે તો કલમ ૧૭૮(૨) મુજબ તેની સામે પગલાં લઈ શકાય.”

આ ઉપરથી તા. ૨૦–૯–’ર૧ના રોજ સરકારે નીચે પ્રમાણે હુકમ કર્યો :

“ઉત્તર વિભાગના કમિશનરને વિનંતી કરવામાં આવે છે કે તેમણે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૮માં જણાવી છે એવી તપાસ કરવી કે સુરત મ્યુનિસિપાલિટી તેની ઉપર આરોપવામાં આવેલી ચૂક માટે કસૂરવાન છે કે કેમ ? અને પોતાની તપાસનું જે પરિણામ આવે તે શાં પગલાં લેવાં તેની ભલામણ સાથે સરકારને જણાવવું.”

આ હુકમ પ્રમાણે તપાસ કરવાનું કમિશનરે તા. પ–૧૦–’૩૧ના રોજ કાગળ લખીને સુરતના કલેક્ટરને સોંપ્યું. સુરતના કલેક્ટરે તા. ૨૬–૧૦–’૩૧ના રોજ મ્યુનિસિપલ પ્રમુખને કાગળ લખીને સરકારી હુકમની જાણ કરી, તેની સામે કોઈ વાંધા હોય તો તા. ૩–૧૧–’૨૧ પહેલાં સરકારને અરજી કરવા જણાવ્યું અને તે દરમિયાન અમુક વિગતો પોતાને પૂરી પાડવાની સૂચના કરી. વચમાં દિવાળીની રજાઓ આવતી હોવાથી વાંધાઅરજીની મુદ્દત લંબાવવા મ્યુનિસિપલ પ્રમુખે કલેક્ટરને લખ્યું અને મુદ્દત તા. ૧૫–૧૧–’૨૧ સુધી લંબાવવામાં આવી. મ્યુનિસિપાલિટીએ તા. ૭–૧૧–’૨૧ના રોજ જનરલ બોર્ડના ઠરાવથી કલેક્ટરના કાગળનો જવાબ આપ્યો. એ ઠરાવમાં મ્યુનિસિપાલિટીનું વલણ બહુ સ્પષ્ટ રીતે રજૂ કર્યુ :

“તા. ૨૬–૧૦–’૨૧ના કલેક્ટરના કાગળ ઉપર પુખ્ત વિચાર કરીને આ બોર્ડ તેમને જણાવે છે કે :
૧. તપાસ વિષેના સરકારી હુકમની વિગતોને અભાવે અમે આ મુદ્દા ઉપર પૂરેપૂરી વાંધાઅરજી મોકલી શકીએ એમ નથી.
૨. કર ભરનારાઓના સ્પષ્ટ આદેશની વિરુદ્ધ ગયા વિના આ બોર્ડ તેમના પ્રતિનિધિ તરીકે સરકારી અંકુશ સ્વીકારી શકે નહીં. પોતાની