પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
ગાંધીજીની ગિરફતારી પછી

માટે આ પહેલું જ છે. એ જીરવવો કંઈ સહેલો નથી. સને ૧૯૧૯ના એપ્રિલમાં અગાઉ એક વાર તેણે આ શિકારને સારુ પેાતાનો પંજો નાખેલો, પણ જેવો નાખ્યો તેવો જ છોડી દેવો પડેલો. આ વખતે તો આપણે સિંહને સારી પેઠે છંછેડેલો છે. તેની આંખો ગુસ્સાથી વિકરાળ છે. કેટલાક દિવસ થયાં તે પોતાની કેશવાળી ફફડાવી રહેલ છે. પરંતુ હિંદુસ્તાનના ઋષિમુનિઓએ પોતાના તપોબળથી સેંકડો વિકરાળ સિંહોને ઘેટાંથી પણ ગરીબ બનાવી મૂક્યા છે. તે જ પ્રમાણે આ સિંહ પણ વહેલા મોડો આ મહાપુરુષના તપેાબળ આગળ બકરી બની રહેવાનો છે એ વિશે શંકા નથી.

“ગુજરાતને માથે ભારે જબાબદારી છે. ગુજરાતની પરીક્ષાનો વખત હવે શરૂ થયો છે. અત્યારે આપણો ધર્મ શો છે એ ગાંધીજીએ પોતે ચોખ્ખે ચોખ્ખી રીતે બતાવી દીધું છે. એમના પ્રત્યેની આપણી લાગણી બતાવી આપવાનો ખરો રસ્તો એમના નામની ‘જે’ બોલાવવાનું કે એમનાં દર્શનને માટે દોડાદોડ કરવાનો નહીં, પણ એમણે દોરી આપેલા ચતુર્વિધ પ્રજાકીય કાર્યક્રમને પાર ઉતારવામાં સૌએ પરોવાઈ જવાનો છે.
“આખું હિંદુસ્તાન એમને ભલે ઝટ ન સમજી શકે, પણ ગુજરાત કે જ્યાં એમણે પોતાનું જીવન પ્રત્યક્ષ રેડ્યું છે તેણે તેના એમના કાચસમા પારદર્શક હૃદયના ઉદ્દગાર પડ્યા પહેલાં ઝીલી લેવા ઘટે અને તે પાર ઉતારવાની પોતાની લાયકાત સિદ્ધ કરી આપવી ઘટે.”

ગાંધીજીને સજા થયા પછી ‘નવજીવન’ માં તેમણે ‘શ્રદ્ધાની કસોટી’ નામનો લેખ લખ્યો. તેમાં ગાંધીજીના સાથીઓ શું કરી શકે એમ છે તે બહુ સુંદર રીતે વર્ણવ્યું છે:

“કેટલાક કહે છે કે, ‘ગાંધીજી ગયા, હવે એના સાથીઓ શું કરશે ? એમનામાં કોઈ એવી ચારિત્ર્યવાન કે શક્તિમાન વ્યક્તિ નથી કે એમનું વહાણ આગળ ચલાવી શકે.’ આ વાત તદ્દન સાચી છે. એમના સાથીઓ ભૂલથી ભરેલા છે. એમની અને એમના સાથીઓની વચ્ચે ધરતી અને આભ જેવડું અંતર છે. એમના સાથીઓની ત્રુટિઓનો પાર નથી, અને એ સાથીઓની અપૂર્ણતાને પરિણામે જ ગાંધીજીને કારાગ્રહવાસ કરવો પડ્યો છે. સાથીઓની વાણીમાં મીઠાશ નથી, સંયમ અને સહનશીલતાની ખામી છે. એવી એવી અનેક ખામીઓનું તેમને દરેકને પૂરેપૂરું ભાન છે. પરંતુ એક ઇમારત ચણનાર કડિયો જેમ તેના પ્લાન બનાવનાર ઇજનેરના જેટલી શક્તિ પોતામાં હોવાનો દાવો કરતો નથી, છતાં તે પ્લાન પ્રમાણે ઇમારત પૂરી કરવામાં મુશ્કેલી જોતો નથી, તેમ ગાંધીજીના સાથીઓ જે તેમનો ઘડેલો સ્વરાજની ઇમારતનો પ્લાન બરાબર સમજી ગયા હશે તો તે પ્લાન મુજબ ઇમારતનું કામ આગળ ચલાવતાં મુંઝાશે નહીંં.
“છતાં એમની મુશ્કેલીઓનો પાર નથી, એમની ત્રુટિઓ ઢાંકનાર હવે કોઈ રહ્યું નહીં. તોપણ પ્રજાનો ગાંધીજી ઉપરનો પ્રેમ અને એમના જેલ