પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
સરદાર વલ્લભભાઈ

અરજી કહી શકાય. . . . . કાર્યક્રમમાં મોટો અને અસાધારણ ફેરફાર કરવામાં આવે અને તે પણ આખી લડત શરૂ થયા બાદ આ પહેલી જ વાર અને તેની ખબર જો હું ન આપું તો હું મારી ફરજમાં ચૂકું એ વિષે મને શંકા નથી. ડિસ્ટ્રિક્ટટ મૅજિસ્ટ્રેટ રણક્ષેત્ર છોડીને ચાલ્યા ગયા પછી પોલીસ પર અણધાર્યો છાપો મારવો એ અઘટિત ગણાત. મારી મતિ પ્રમાણે આવા પ્રકારના યુદ્ધમાં અણધાર્યાં હુમલાની છૂટ ન હોય. આપણાં પગલાંથી સરકારને આ પ્રતિકૂળ લડતમાંથી નીકળી જવાની અનુકુળતા મળી હોય તો હું પોતે તે એ વાતથી ખુશ થાઉં કે સિદ્ધાંતનો કશો ભોગ આપ્યા વિના મેં સરકારની અડચણ કંઈક અંશે દૂર કરી અને તેને આબરૂભેર પાછા હઠવાનો માર્ગ કરી આપ્યો. હું ફરીને કહું છું કે સરકારને અરજી કરવામાં નથી આવી તેમ તેની પાસેથી પરવાનગી કે છૂટ પણ નથી મેળવવામાં આવી.”

નાગપુરના કમિશનરનાં કરતૂતો ખુલ્લાં પાડતાં તેઓ જણાવે છે :

“૧૮મી તારીખના બનાવોના જે કપટભર્યા અહેવાલો ફેલાયા છે તે બધાનું મૂળ શોધી કાઢવાનો હું પ્રયાસ કરતો હતો. એ શોધ કરતાં મને એક વિચિત્ર પુરાવો મળી ગયો છે. . . . કલકત્તાના ‘સ્ટેટ્સમૅન’ પત્રના તા. ૨૧મી ઑગસ્ટના અંકમાં નાગપુરના કમિશનરનો તા. ૧૯મીનો મૂકેલો તાર છપાયો છે. એનું મથાળું છે: ‘સત્યાગ્રહ બંધ થયો’ ‘આગેવાનો સત્તા આગળ નમી પડ્યા’ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના ખબરપત્રીને તે જ તારીખનો તાર તે પત્રના ૨૦મી ઑગસ્ટના અંકમાં ‘સરકારની આણ કબૂલ કરી’ એ મથાળાં નીચે છપાયો છે. એ તાર તો કમિશનરના તારની શબ્દેશબ્દ નકલ છે. એ બે તારો ભેગા કરીને વાંચતાં ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’નો ખબરપત્રી તે કમિશનર છે કે નાગપુરનો કમિશનર તે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’નો ખબરપત્રી છે એ કળી શકવું મુશ્કેલ નથી. ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ ની પેઠે ‘અમારા ખબરપત્રી તરફથી’ એમ છાપવાને બદલે ‘નાગપુરના કમિશનર તરફથી મળેલો તાર’ એમ છાપવામાં ‘સ્ટેટ્સમૅને’ કરેલી ગફલતને લીધે કમિશનર સાહેબ ઉઘાડા પડી ગયા છે. આ સાબિતી મળ્યા પછી પણ કેટલોક વખત તો હું માની જ ન શક્યો કે આવા ખબર તેમણે મોકલાવ્યા હોય. તપાસ કરતાં મને માલૂમ પડ્યું કે એ વાત સાચી છે. મને ખાતરી આપવામાં આવી છે કે નાગપુરના કમિશનરે ‘સ્ટેટ્સમેન’ પર જે ખબર મોકલ્યા તેવી ખબર આપવાની તેમને સત્તા આપવામાં આવી નહોતી. ઉપરાંત મેં એ પણ જોયું છે કે કમિશનરના વર્તમાનપત્રોના સંબંધ અને એને લગતી એમની પ્રવૃત્તિ પર કાબૂ રાખવાનું સામર્થ્ય મધ્ય પ્રાંતની સરકારમાં નથી. પહેલાં પણ આ લડતને લગતા જ એક પ્રસંગે સરકારના કામમાં તમારે માથું ન મારવું એ હુકમ છતાં પોતાની આ જાતની પ્રવૃત્તિથી તેમણે સરકારને મુશ્કેલીમાં ઉતારી હતી. . . . તેમના કામથી સરકારને દિલગીરી થઈ છે એ