પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૩
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો

કરવાનો યત્ન કરેલો, તે માટે જાનનાં જોખમ વહોરેલાં અને જાન પણ ખોયેલા. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના શબ્દોમાં જ તે નીચે આપ્યા છે :

૧. ઝાડ સાથે ખીલા ઠોકીને અને ગોળીઓથી વીંધી જે બિચારાને મારી નાખવામાં આવ્યો છે તે બાતમી આપનાર હતો.

૨. મરનારના કોઈ કુટુંબીએ પોલીસને મદદ કરેલી તેના ફળરૂપ આ ખૂન હતું.

3. એક મુસલમાને બહારવટિયા સામે શાહેદી પૂરેલી તેના પર હુમલો કરી તેનું નાક કાપી છોડી મૂકવામાં આવ્યો.

૪. બકોર પેાલીસ જોડે મળી ગયો છે એવી શંકા પડવાથી બાબરે તેને ઠાર કર્યો.

૫. બેડવા ગામના લોકોએ બહારવટિયાઓનો સામનો કરવાનું સાહસ કર્યું, પણ પેલાઓએ ગોળીબાર કર્યો ને બે માણસને મારી નાખ્યા.

૬. એક પાટીદારે બહારવટિયાની સામે થવાનું સાહસ કર્યું પણ તેને છરી ભોંકીને મારી નાખ્યો.

૭. બાબર દેવાએ બંજેડામાં એક બાતમી આપનારનું ખૂન ર્ક્યું.

૮. બહારવટિયાઓએ હથિયારો સાથે ચાર ગામડાં ઉપર છાપો માર્યો પરંતુ તેઓ વીખરાઈ ગયા. (લોકો સામા થયા હશે તેથી જ વીખરાયા હશે ને ? ભલી ભલાઈથી તો નહી જ વીખરાયા હોય ને ?)

૯. એક દરજી બહારવટિયાની સામે થયો, તેના સાહસના ફળરૂપે તેને કેટલાક જખમ થયા.

૧૦. પોલીસને બાતમી આપનાર ઉપર બાબરે કિન્નો લીધો ને તેને ઘાતકી રીતે જખમી કર્યો.

૧૧. એક કુંભારને ક્રૂર રીતે છાતીમાં ઘા કર્યો, (અલબત્ત એ કારણે નહીં જ કે તેની પાસે પૈસા હતા. કાં તો તે બાતમીદાર હોવો જોઈએ, કાં તો સામા થવાની તેણે હિંમત કરી હોવી જોઈએ).

૧૨. બાતમી આપ્યાની શંકા ગઈ તેથી તેઓને મારી નાખ્યા.

૧૩. સુણાવના લોકો બહાર નીકળ્યા અને બાબર દેવાની પાછળ પડ્યા.

૧૪. ત્રણ કાછિયાઓ ઉપર હુમલો કરી તેમને ગોળીથી ઠાર કર્યા. (અલબત્ત એ લોકોની તિજોરીમાં તર હતી તેથી નહીં જ. એ બાતમીદાર હોવાનો શક ગયો હશે તેથી જ.)

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે સજા-પાલીસ બેસાડવાની જરૂર પુરવાર કરવા માટે તૈયાર કરેલા રિપોર્ટમાંથી લોકોએ સામા થવાના તેમ જ જાનને જોખમે બાતમી આપ્યાના આટલા દાખલા હોવા છતાં ઉત્તર વિભાગના કમિશનર સાહેબે સજા-પોલીસ બેસાડવાની તરફેણમાં મત આપતાં એમ કહેવાની ધૃષ્ટતા કરેલી કે, ‘સામાન્ય લોકોની બાતમી આપવાની અથવા પોલીસને મદદ કરવાની વૃત્તિ અહીં